વ્યારા નગરપાલિકા વોર્ડ નં-૭ના નગરજનોને બ્યુટીફિકેશન તથા ગટરલાઇનની સુવિધા મળશે
સરકારશ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત એક કરોડના ખર્ચે બ્યુટીફિકેશનું કામ થશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩: વ્યારા નગરપાલિકા વિસ્તારમાં વ્યારા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૭ માં નવી વસાહત ગણેશ મંદિરથી નવી વસાહત બ્રીજ અને નવી વસાહત ગણેશ મંદિરથી ચૌધરી ફળિયા સુધી વરસાદી પાણીની પાઇપલાઇન બનાવવાનું કામ અંદાજીત રકમ રૂપિયા ૪૦,૭૦,૦૫૦ /- (ચાલીસ લાખ સીત્તેર હજાર પચાસ પૂરા ) સરકારશ્રીની ૧૫મું નાણાંપંચ ગ્રાંટ હેઠળ તેમજ વોર્ડ નં-૭માં રામજી મંદિર ગેટથી જનક સ્મારક હોસ્પિટલ સુધી રોડ સાઇડ બ્યુટીફિકેશન કરવાનું કામ અંદાજીત રકમ રૂપિયા ૧,૮૪,૬૯,૧૭૩ (એક કરોડ ચોર્સાયસી લાખ ઓગણોસીત્તેર હજાર એકસો તોત્તેર પૂરા ) સરકારશ્રીની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજુર કરી આ કામની જરૂરી વહીવટી પ્રકિયા કે જે પ્રગતિ હેઠળ હોય પૂર્ણ થયેથી ટુંક સમયમાં ટેન્ડર પ્રકિયા કરી કામગીરીને ઓપ આપવામાં આવનાર છે. જેથી વોર્ડ નં-૭ના નગરજનોને બ્યુટીફિકેશન તથા ગટરલાઇનની સુવિધા મળશે એમ ચિફ ઓફિસરશ્રી વ્યારા નગરપાલિકા દ્વારા જણાવાયું છે.
૦૦૦૦