નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત સોનગઢ નગરમાં ટાસ્કફોર્સની કામગીરી : ૭ જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમોના ભંગ બદલ બદલ રૂ. ૧૧૫૦નો દંડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પાઉલ વસાવા અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.સ્નેહલ પટેલના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તાપી જિલ્લાનાં સોનગઢ નગરના ઓટા ચાર રસ્તા થી કોલેજ સુધીના વિસ્તારમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩”(COTPA-2003) અંતર્ગત ટાસ્કફોર્સની કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ-તાપી, નગર પાલિકા સોનગઢ, મામલતદાર કચેરી સોનગઢ, તાલુકા આરોગ્ય કચેરી-સોનગઢ અને પોલીસ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ જોડાયા હતા. ટાસ્કફોર્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધની કલમ ૪ અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય –કલમ-૫, કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ, તેમજ કલમ-૬-બ હેઠળ શૈક્ષણિક સંસ્થાના ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ ૮૫% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ઉપરાંત બીડી-સિગારેટનાં છૂટક વેચાણ ઉપર પ્રતિબંધ ની કલમ-૭ વિશે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી હતી. અને તમાકુની બનાવટો વેચતા ૧૪ જેટલા દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૭ જેટલા દુકાનદારોને COTPA-2003 ના કલમોના ભંગ બદલ બદલ કુલ રૂ. ૧૧૫૦નો દંડ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત નગરપાલિકા સોનગઢ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કુલ ૪ દુકાનદારોને ત્યાંથી ૪.૪૮૦Kg ૧૨૦mm થી ઓછી જાડાઈ વાળી પ્લાસ્ટીકની થેલીઓ જપ્ત કરવામાં આવી હતી અને કુલ રૂ. ૮૦૦નો દંડ સ્થળ પર દંડ વસૂલવામાં આવ્યા હતો. આ સાથે ખૂલ્લી જગ્યામાં વેચાતા ખાધ્ય પદાર્થો વેચતા દુકાનદારોને સ્વચ્છતા અને વેચવા માટેના ખાધ્ય પદાર્થોની જાળવણી બાબતે સૂચના આપવામાં આવી હતી.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other