તાપી જીલ્લાના ઉકાઇના પોલીસ કર્મચારીની સરાહનીય કામગીરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલમાં ચાલી રહેલ HSC/SSC ની પરીક્ષાઓને ધ્યાને લઇ જીલ્લામાં બોર્ડની પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચી રહે તથા પોલીસ તરફથી બસ સ્ટેન્ડ રીક્ષા સ્ટેન્ડ તથા આંતરીયાળ ગામોના રસ્તાઓ ઉપરથી પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચવામાં લેટ થતા વિધાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડવા શ્રી રાહુલ પટેલ સાહેબ, IPS પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારા તથા શ્રી ચંન્દ્રરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગે સુચના અને માર્ગદર્શન આપેલ હતું.
જે સુચના આધારે પો.સ.ઈ.શ્રી એ.આર. સુર્યવંશી ઉકાઇ પો.સ્ટે.એ ઉકાઇ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડ/રીક્ષા સ્ટેન્ડ તથા આંતરીયાળ ગામોના રસ્તાઓ ઉપર જરૂરી પોલીસ પોઇન્ટો મુકી તથા આ તમામ રૂટ ઉપર પી.સી.આર. તથા સરકારી મોટર સાયકલોનું પેટ્રોલીંગ રખાવી પરીક્ષા શરૂ થવાના સમય પહેલા સતત પેટ્રોલીંગ રાખી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા સતત કાર્યશીલ રહેવા બંદોબસ્તના માણસોને જરૂરી સુચના આપેલ જે અન્વયે તા. ૧૩/૦૩/૨૦૨૪ના રોજ જીવન સાધના વિધાલય ખાતે SSC ની પરીક્ષા કેન્દ્ર આવેલ હોય ઉકાઇ ૩૬ કવાટર્સની ૨(બે) વિધાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચેલ ન હોય જેથી પી.સી.આર. ઇન્ચાર્જ અ.હે.કો. નિલેશભાઈ મણીલાલભાઇ તથા ડ્રા.પો.કો. ગીતેશભાઇ નુર્યાભાઇ ૩૬ કવાટર્સ તરફ પેટ્રોલીંગમાં હોય વિધાર્થીનીઓ દોડતી દોડતી પરીક્ષા કેન્દ્ર તરફ જતી હોય તેઓને મોડું થઇ ગયેલ હોય જેથી બન્ને વિધાર્થીનીઓને પી.સી.આર. વાનમા બેસાડી સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડી સરાહનીયઅનેપ્રસંશનીય કામગીરી કરેલ છે
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) પો.સ.ઈ. એ.આર. સુર્યવંશી ઉકાઇ પોલીસ સ્ટેશન
(૨) અ.હે.કો. નિલેશભાઇ મણીલાલભાઇ ઈમણીલાલભાઇ ઉકાઇ પો. સ્ટે.
(૩) ડ્રા.પો.કો. ગીતેશભાઇનુર્યાભાઇ ઉકાઇ પો.સ્ટે.
(૪) GRD અશોકભાઇ હિરાજીભાઈ વસાવા ઉકાઇ પો.સ્ટે.