વ્યારાના ઇન્દુ ગામ ખાતેથી જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી./પેરોલ-ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઈ.શ્રી. જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. તાપીના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકેલ હોય, આજરોજ પો.સ.ઇ.શ્રી. જે.બી. આહિર, તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, “કાકરાપાર પો.સ્ટે.ની હદમાં આવેલ ઇન્દુ ગામમાં ભાવના બેકરીની બાજુમાં આવેલ જુનુ ખુલ્લુ મકાનની દિવાલ પાછળના ભાગે કેટલાક લોકો પૈસા વત્તી પાનાનો હારજીતનો જુગાર રમે છે.” જે બાતમી આધારે પો.સ.ઇ.શ્રી, જે.બી. આહિર, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) અતીશ બીરેનભાઇ કુશ્વાહા, ઉ.વ.૨૬, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મુળ રહે.ગામ-કુવા ખેડા થાના કદવરા તા.કલપી જી.જાલોન યુ.પી. (૨) સાહબસીંગ માનસીંગ ચોધરી, ઉ.વ.૨૭, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મુળ રહે.ગામ-મુરલીપુર થાના ખટોન તા.માધવગઢ જી.જાલોન યુ.પી. (૩) હરીઓમ ગોવિંદદાસ પરમાર, ઉ.વ.૪૫, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મુળ રહે.ગામ- લોહાગઢ થાના. સમથાન તા.મોઢ જી.ઝાંસી યુ.પી. (૪) શીવપુજનસીંગ શ્રીરામનારાયણ ચોધરી, ઉ.વ.૨૭, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મુળ રહે.ગામ-મૈયા કાસ થાના.તા.જી.જાલોન યુ.પી. (૫) હરીદાસ દુરામ પ્રજાપતિ, ઉ.વ.૫૦, રહે. ભાવના બેકરી ઇન્દુ ગામ તા.વ્યારા જી.તાપી મુળ રહે.ગામ-વાવલી થાના. કઠોન તા.માધુગઢ જી.જાલોન યુ.પી. ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતા જુગારના દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા ૧૫૦૦/- તથા અંગઝડતી દરમ્યાન મળી આવેલ રોકડા રૂપિયા ૯,૪૦૦/- તથા પત્તા પાના નંગ-૫૨ તથા મોબાઈલ નંગ- ૦૫ કિં.રૂ.૮,૫૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૧૯,૪૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી અર્થે કાકરાપાર પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઈ.શ્રી. જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.હેડ.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રત્તાપભાઈ તથા પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન તથા પો.કો. અરૂણભાઇ જાલમસીંગ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈએ કામગીરી કરેલ છે.