સોનગઢ તાલુકાના અંતરીયાળ ગામ મૌલીપાડા ખાતેથી બોગસ બંગાળી ડોક્ટરને ઝડપી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ તથા અ.હે.કો. અનિલકુમાર રામચંન્દ્રભાઈને મળેલ બાતમી આધારે સોનગઢ પો.સ્ટે. પોલીસ સ્ટાફ ના પો.સબ.ઈન્સ કે.આર.પટેલ તથા અ.હે.કો. અનિલકુમાર રામચંન્દ્રભાઈ તથા અ.પો.કો. પિયુશભાઈ રામુભાઈ તથા અ.પો.કો. રાજીસભાઈ ગોપાળભાઈ તથા પ્રાથમિક આરોગ્ય કેંદ્ર બોરદા ગામના મેડીકલ ઓફીસર શ્રી ડોક્ટર અજીતભાઈ વિરજીભાઈ વસાવા તથા તાલુકા હેલ્થ ઓફીસરશ્રી ડોં. હેતવભાઈ બી.સાદડીવાલા તથા બે પંચોના માણસો સાથે સોનગઢ પો.સ્ટે.ના બોરદા આઉટ પોસ્ટ વિસ્તારના મૌલીપાડા ગામે નિશાળ ફળીયામાં એક પતરાવાળા ખાલી પડેલ પાકા મકાનમાં રેઈડ કરતા એક બોગસ ડોકટર કિશોરકુમાર કિનકર_શીલ ઉ.વ.૨૭ હાલ રહે, મૌલીપાડા નિશાળ ફળીયુ, તા.સોનગઢ, જી.તાપી. મુળ રહે,કંથાલીયા પુર્વપાડા દક્ષિણ પોસ્ટ-નંદનપુર તા.તેહટતા જી.નદીયા (પ.બંગાળ)એ તે મકાનમાં બોગસ દવાખાનુ ખોલી કોઇ પણ સક્ષમ સંસ્થા કે, ગુજરાત મેડીકલ કાઉન્સિલનુ રજીસ્ટ્રેશન અંગેનુ પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદેસર રીતે ડોકટરની પ્રેકટીસ ચલાવી જેમાં ડોકટરીના સાધનો પૈકી (૧) સ્ટેથોસ્કોપ નંગ- ૧ કિ.રૂ.૫૦૦/- (૨) Dr. Morepen કંપનીનુ બીપી માપવાનું સાધન નંગ – ૧ કિં.રૂા.૨,૦૦૦/- (૩) લેનોવા કંપનીનુ લેપટોપ નંગ ૦૧ કિ.રૂપીયા.૧૦,૦૦૦/- (૪) Quantum Resonance Magnetic Analyzer નામનુ મશીન કિં..३८.६,०००/- (५) Dr.Kishor shail B.A.M.S.(cal) Reg no.01974 Vill-Kanthalia, Nadia, W.B. લખેલ કાપલીઓ નંગ-૧૮ કિં.રૂા.૦૦/- તથા અલગ અલગ મેડીસીન મળી કુલ કિંમત રૂપીયા ૪૦,૦૧૧/- ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે. જે બાબતે સોનગઢ પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવામા આવેલ છે.તથા આગળની તપાસ UHC અનિલકુમાર રામચંન્દ્રભાઈ સોનગઢ પો.સ્ટે. કરી રહેલ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારી :-
(૧) પો.સબ. ઈન્સપેક્ટર કે.આર. પટેલ સોનગઢ પો.સ્ટે
(૨) UHC અનિલકુમાર રામચંન્દ્રભાઈ, સોનગઢ પો.સ્ટે
(3) UPC પિયુશભાઈ રામુભાઈ, સોનગઢ પો.સ્ટે
(૪) UPC રાજીસભાઈ ગોપાળભાઈ, સોનગઢ પો.સ્ટે