વ્યારા અને ડોલવણ તાલુકાનાં દિવ્યાંગજન મતદારો માટે વ્યારામાં ડો.આંબડેકર ભવન ખાતે દિવ્યાંગજન મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

Contact News Publisher

દિવ્યાંગજન મતદાર જાગૃતિ અભિયાન -૨૦૨૪

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫: આજ રોજ જિલ્લાની વ્યારા વિધાનસભા ૧૭૧ માં નોંધયેલા દિવ્યાંગજન મતદારો માટે વ્યારા ખાતે PWDના નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસ.વી.રાઠોડના અધ્યક્ષ સ્થાને “દિવ્યાંગજન મતદાર જાગ્રુતિ અભિયાન -૨૦૨૪”હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આવનારી લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને વ્યારા અને ડોલવણ તાલુકાનાં દિવ્યાંગ મતદારો માટે વ્યારામાં ડો.આંબડેકર ભવન ખાતે દિવ્યાંગજન મતદારો માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વધુમાં વધુ દિવ્યાંગોજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરે તે અંગે સૌને જાગૃત કરાયા હતા. આ કાર્યક્રમમાં ૧૨૦ જેટલા દિવ્યાંગજનો ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમમાં દિવ્યાંગજન મતદારોને મતદાનના દિવસે કઇ રીત મતદાન કરવું તેના માટે ઇ.વી.એમ /વીવીપેટનિર્દશનની ટીમ દ્વારા ડેમો આપી વિસ્તૃત જાણકારી સાથે મતદારે ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજયભાઇ બી રાઠોડ જિલ્લા બાળ સુરક્ષા એકમ, નાયબ મામલતદાર શ્રી એ.જે.રાઠોડ, (ચુંટણી શાખા વ્યારા) સુ.શ્રી.શિતલબેન પટેલ,મદદનીશ શિક્ષણ નિરીક્ષક, શિક્ષણાધિકારીશ્રીની કચેરીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહી દિવ્યાંગોને મતદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other