સ્વિફ્ટ કારમા હેરાફેરી કરતા વિદેશી દારૂના જથ્થા સાથે રૂ. 5.90 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને આજરોજ શ્રી એન.જી. પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ જવાનોએ પોતાના બાતમીદારો રોકી પ્રોહી જુગારની પ્રવૃતિ શોધી કાઢવાની કામગીરીમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહને ખાનગી રાહે બાતમી મળેલ કે “લીસ્ટેડ બુટલેગર વિપુલભાઇ ઉર્ફે ઘોડો અશોકભાઇ પાટીલ હાલ રહે-શક્તિનગર સોસાયટી ઉકાઇ રોડ, તા.સોનગઢ જી.તાપી પોતાના ભાડાના મકાનની પાછળ તેના કબ્જાની સ્વિફ્ટ કાર નં.GJ-26-AE-0833 મા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મુકી રાખેલ છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા સ્વિફ્ટ કાર નં.GJ-26-AE-0833 તથા વિપુલભાઇ અશોકભાઇ પાટીલ તેના ઘરે હાજર મળી આવતા તેને સાથે રાખી ફોર વ્હીલ કાર ચેક કરતા આરોપી- (૧) વિપુલભાઇ ઉર્ફે ઘોડો અશોકભાઇ પાટીલ હાલ રહે-શક્તિનગર સોસાયટી ઉકાઇ રોડ, તા.સોનગઢ જી.તાપી નાએ પોતાના કબ્જાની સ્વિફ્ટ કાર નં.GJ-26-AE-0833 જેની આશરે કિં. રૂ.૫,૦૦,૦૦૦/-માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂના કુલ બોક્ષ-૩૫ માં સીલબંધ બાટલી નંગ- ૧૬૮૦ કિ.રૂ.૮૪,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૫,૫૦૦/- મળી કુલ કિં. રૂ.૫,૮૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ બિશ્નોઈ, તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇએ કામગીરી કરેલ છે.