સુરત SBI એડમિનિસ્ટ્રેશન ઓફીસ દ્વારા કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયિત્વ ગતિવિધિ અંતર્ગત PHC પીપલવાડાને સાધન સહાય આપવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત SBI અને વ્યારા શાખા વતી આજ રોજ SBI ના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી દિપક શિંહ ચંદેલ ના માર્ગદર્શન હેઠળ આજ રોજ શ્રી રવિશંકર શર્મા ચીફ મેનેજર વ્યારા અને SBI ના ડૉ મિતુલ શાહ સુરત દ્વારા PHC પીપલવાડા ખાતે લોક ઉપયોગી થાય એવા સાધન સામગ્રી આપવામાં આવી જેમાં ઓટોકેલેવ મશીન , બેબી વૉરમર , લેબર ટેબલ , લેબર બેડ , HB મીટર , રેફ્રિજરેટર , વોશિંગ મશીન , ટ્રોલી , BP ઇન્સ્ટ્રુમેન્ટ , ક્ટૅન , કોમ્પ્યુટર , ઇન્વેર્ટર ,અલમારી , જેવી લોક ઉપયોગ મા આવે એમ કુલ 8 લાખની વસ્તુઓ આપવામાં આવી છે.
આવા અંતરિયાળ વિસ્તારમાં SBI ના સાહેબ શ્રી રવિશંકર શર્મા અને ડૉ મિતુલ શાહ દ્વારા PHC ને ખૂબ જરૂરી સાધન સામગ્રી આપવામાં આવી છે જેના માટે PHC નો સ્ટાફ અને MO શ્રી ડો નિકુંજ ચૌધરી , ઇન્ચાર્જ THO મેડમ ડૉ દીપ્તિ વસાવા , ડૉ ભૌમિક સર અને તાપી જિલ્લાના જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ પાઉલ વસાવા દ્વારા આભાર માનવામાં આવ્યો
તાપી જિલ્લાના CDHO સાહેબ ડૉ પાઉલ વસાવા અને ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી દિપક સિંહ ચંદેલ માર્ગદર્શન અને માર્ગદર્શક દિશા સૂચક અભિગમ ને લઈ સારા સૂચનો અંતર્ગત દરેક જગ્યાએ આવા સારા પ્રતિભાવો આપવામાં સક્ષમતા દાખવી રહયા છે અને તાપી જિલ્લાના દરેક લોક ઉપયોગી થાય એવી ભાવના તેઓમાં રહેલ હોય એવું લાગી રહ્યું છે જે તેઓની પ્રતિભા તાપી જિલ્લામાં દરેક જગ્યાએ આવી સવલતો ઉભી કરવામાં આવશે એવી ભાવના તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે