ઝેડા ગાંધીનગર દ્રારા જય ભરતી ફાઉન્ડેશન સુરત અને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વીરપુર શાળા અને એમ.પી. પટેલ શાળામાં “ઉર્જા રથ” બસ દ્રારા ઉર્જા સંરક્ષણ સેમીનાર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા ઝેડા ગાંધીનગર ના માધ્યમથી જયભારતી ફાઉન્ડેશન સુરત દ્રારા બસ ને “ઉર્જા રથ” ઉર્જા સંરક્ષણ નો સેમીનાર તાપી જીલ્લામાં વીરપુર અને એમ. પી પટેલ શાળામાં ઉજવાયો. જેમાં વીરપુરના ૫૦ કન્યાઓ અને એમ.પી પટેલ શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૭ થી ૯ ના ૨૫૦ બાળકોને સુરત ના નિષ્ણાત ઊર્જા વિષેના મોટીવેટર અમિતભાઈ શાહ દ્રારા જીવનમાં ઉર્જાના ઉપયોગ અને તેને બચાવવાના ઉપાયો PPT દ્રારા અને ઉર્જા રથ માં વાસ્તવિક પ્રયોગો બતાવી માહિતીગાર કરી ને માર્ગદર્શન આપવામાં આવ્યું. જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ, શાળાના આચાર્ય કૃપાબેન શાહ તેમજ શાળાના શિક્ષક સ્ટાફ દ્રારા ઉર્જા રથ સેમીનાર સફળ બનાવ્યો. અંતે અલ્પાહાર કરીને છુટા પડ્યા.