ભુરીવેલ ગામના ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ઉકાઇ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ સાહેબ, IPS પોલીસ અધિક્ષકશ્રી, તાપી તથા શ્રી ચંન્દ્રરાજસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વ્યારા વિભાગએ જીલ્લાના ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા તથા આવા બનાવોમાં પોલીસ દ્રારા ક્વીક રીસ્પોન્સ આપી તપાસ કરવા સુચના અને માર્ગ દર્શન આપેલ હતી, ઉપરોકત સુચના આધારે શ્રી વી.યુ. પાડવી સર્કલ પોલીસ ઇન્સપેકટર ઉકાઇ સર્કલએ સર્કલના તમામ થાણા ઇન્ચાર્જને કામગીરી કરવા સુચના આપેલ હતી જે દરમ્યાન આજરોજ જમનાબેન વા/ઓફ રાકેશભાઇ હરીશભાઇ ગામીત રહે. ભુરીવેલ દેવળ ફળીયું તા.સોનગઢ જી.તાપીએ ઉકાઇ પોલીસ સ્ટેશન ખાતે આવી હકિકત જણાવેલ કે, આજરોજ સવારે ૦૮/૦૦ વાગે તે કામ ઉપર ગયેલ હતી અને તેનું બાળક ઉ.વ.૦૫ નું ફળીયામાં રમતુ હતું જે રમતા રમતા કયાંક ગુમ/અપહરણ થયેલ છે અને છેલ્લા પાંચ કલાકથી ફળીયામાં તથા ગામમા તથા આજુ બાજુના વિસ્તારોમાં શોધખોળ કરવા છતા મળી આવેલ નથી. જે બનાવની ગંભીરતા ધ્યાને લઇ પો.સ.ઇ.શ્રી એ.આર. સુર્યવંશી ઉકાઇએ તાત્કાલીક ઉપરી અધિકારીઓને બનાવની હકિકતથી વાકેફ કરતા ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્રારા તાપી જિલ્લાના એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ના અધિકારીશ્રીઓ તથા પોલીસની ટીમો મોકલી તાત્કાલીક જીલ્લામાં નાકાબંધી કરાવી, અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલ બાળકને છેલ્લે જે જગ્યાએ જોવામાં આવેલ તેની ચારો તરફ આવતા રસ્તા મકાન,દુકાન, સરકારી કચેરીઓ અવાવરૂ જગ્યાઓ તથા શશંકાસ્પદ સ્થળોએ તપાસ કરવા તથા રૂટ ઉપર કોઇ સી.સી.ટી.વી. કેમેરા જણાય આવે તો ચેક કરવા તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરાવવા જરૂરી સુચના અને માર્ગ દર્શન આપતા પોલીસ ટીમો દ્રારા સુચના મુજબ વર્કઆઉટ કરી ગુમ થનાર બાળકને ગણતરીના કલાકમાં ધોડા ગામ પીપળા ફળીયા ખાતે તેની માસીના ઘરેથી સહી સલામત શોધી કાઢી પુછ પરછ કરતા બાળક જાતે રમતા રમતા ત્યાં જતો રહેલ અને કોઇ ગુનાહિત બનેલાનું જણાયેલ ન હોય બાળકનો કબ્જો તેના માતા પિતાને સોંપી ગુમ થયેલ બાળકનું તેના પરીવાર સાથે મિલન કરાવી તાપી જીલ્લા પોલીસ દ્રારા ટીમવર્કથી પ્રશંશનીય કામગીરી કરેલ છે
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
(૧) પો.ઇન્સ. એ.સી.બી./એસ.ઓ.જી. તથા ટીમના માણસો
(૨) પો.સ.ઇ. એ.આર. સુર્યવંશી ઉકાઇ પો.સ્ટે.
(૩) ASI દિલીપભાઇ કિશનભાઇ, ઉકાઈ પોલીસ સ્ટેશન.
(૪) અ.હે.કો. પરસોત્તમભાઇ ફુલચંદભાઇ, ઉકાઇ પો.સ્ટે.
(૫) અ.હે.કો. નિલેશભાઇ મણીલાલભાઈ, ઉકાઈ પો.સ્ટે.
(૬) અ.પો.કો. અરૂણભાઈ રમેશભાઈ, ઉકાઇ પો.સ્ટે.