ઘાટા હાઈસ્કુલમા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા મિશન લાઈફ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજકોસ્ટ ગાંધીનગર અને ઝેડા ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા મિશન લાઈફ કાર્યક્રમ એલ.એચ. ભક્તા ઘાટા હાઈસ્કુલના બાળકો સાથે ઉજવાયો.
આજરોજ નો ૩૬૬મો દિવસ એટલે કે ૨૯મી ફેબ્રુઆરીના કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર તાપી દ્રારા એલ.એચ ભક્તા ઘાટા હાઈસ્કુલ. વ્યારા ખાતે ૪૦૦ બાળકો મિશન લાઈફ કાર્યક્રમમાં જોડાયા જે ગુજકોસ્ટ અને ઝેડા ગાંધીનગર દ્રારા આયોજીત કરેલ હતો. તેમાં બાળકોને જીવનમાં પાણી, વીજળી, પર્યાવરણ બચાવવા ફિલ્મ અને PPT ના માધ્યમથી ૪૦ મીનીટનું નિષ્ણાંત માર્ગદર્શન ડૉ. અમિતભાઈ શાહ દ્રારા આપવામાં આવ્યું. બાળકોને આનંદ થયો જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા જીવનમાં મિશન વગર જીવવું વ્યર્થ છે અને જીવન જીવવાની સાથે ખીલવું પણ એટલું જ જરૂરી છે. સૌ અલ્પાહાર કરી છુટા પડ્યા.