તાપી જિલ્લા “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક અધિક નિવાસી કલેકટર શ્રી આર.આર બોરડના અધ્યક્ષસ્થાને યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯: તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક અધિક નિવાસી કલેકટરશ્રી તાપી આર.આર બોરડના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, કનેક્ટીંગ રોડ ઉપર બમ્પ મુકવા,એમ્ફોર્સમેન્ટ વિશે તથા જનજાગૃતી મટે કરવામાં આવતા વિવિધ કેમ્પો વિશે,પેચ વર્ક કરવા તથા રોડ એન્જીનીયરીંગ સંબંધિત મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
અધ્યક્ષ સ્થાનેથી અધિક નિવાસી કલેકટર શ્રી બોરડે જણાવ્યું હતું કે શાળા સંચાલકો સાથે સંકલન કરી શાળામાં બાળકોને લેવા મુકવા આવતા સ્કૂલ વાહન ચાલકોને જાગૃત કરવા.વધું બાળકો બેસાડતા સ્કુલ વાહનો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત હાઇવે ઉપર ચાલતા હેવી વાહનોને પેનેલ્ટી આપવી તથા રોડ ઉપર આવતા દબાણ વિષયક અવરોધો સામે સ્ટ્રીક્લી પગલા લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત રોડસેફ્ટીને સંલગ્ન તમામ વિભાગોને રોડસેફ્ટી મિટીંગમાં ઉપસ્થિત રહેવા ખાસ આનુરોધ કર્યો હતો
આ ઉપરાંત નાગરિકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, લાઇસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા, શાળા-કોલેજોમાં વર્કશોપ કે સેમીનારના માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રોડ એક્સીડન્ટમાં મૃત્યુના આંકડાનું અવલોકન અને સમિક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડી.એસ.પી.શ્રી સી.એમ જાડેજા, એ.આર.ટીઓશ્રી એસ.કે.ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000000