તાપી જીલ્લાના ઉચ્છલમા થયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી આરોપીને પકડી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલ (IPS)એ જિલ્લામાં દાખલ થયેલ ઘરફોડ ચોરી તથા અન્ય મિલકત સંબધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા ટેકનીકલ સર્વેલન્સ તથા બાતમીદારો દ્વારા વોચ રાખી માહિતી મેળવી સફળ કામગીરી કરવા એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીને જરૂરી સુચના અને માર્ગદરર્શન આપેલ હતી. જે સુચના આધારે એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીએ તા.૧૩/૦૩/૨૩ ના રોજ ઉચ્છલ પો.સ્ટે.માં ઘરફોડ ચોરીનો ગુનો અનડીટેકટ હોય જે ગુનો શોધી કાઢવા પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા એલ.સી.બી./ ટેકનીકલ સ્ટાફના પોલીસ માણસોને ગુનાવાળી જગ્યાની આજુબાજુ તેમજ ચેક કરી ચોરી કરનાર ઇસમની વોચ તપાસમાં રહી ગુનો શોધી કાઢવા સુચના આપી હતી. જે આધારે આ ઘરફોડ ચોરી અંગે વર્ક આઉટમાં હતા. દરમ્યાન તા.૨૮/૦૨/૨૦૨૪ ના રોજ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવાને ટેકનીકલ સર્વેલન્સ આધારે બાતમી મળેલ કે, ઉચ્છલ પો.સ્ટે.મા ઘરફોડ ચોરીમા ગયેલ મોબાઇલ હાલ કુરેશી મહોલ્લા ધાનોરા નંદુરબાર મહારાષ્ટ્ર ખાતે રહેતા રીઝવાન સાહબુદ્દીન શેખના પાસે હોવાની માહિતી મળતા મહારાષ્ટ્ર નંદુરબાર ખાતે જઇ સ્થાનીક પોલીસની મદદ મેળવી તે જગ્યાએ જઇ તપાસ કરતા બાતમી હકીકતવાળો આરોપી- રીઝવાન સાહબુદ્દીન શેખ ઉ.વ.૩૫ રહે- કુરેશી મહોલ્લા ધાનોરા નંદુરબાર તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ને ઓપ્પો કંપનીનો મોડેલ નંબર A15s એન્ડ્રોઇડ મોબાઇલ સાથે પકડી પાડવામાં આવેલ છે.
• પકડાયેલ આરોપીઃ-
રીઝવાન સાહબુદ્દીન શેખ ઉ.વ.૩૫ રહે- કુરેશી મહોલ્લા ધાનોરા નંદુરબાર તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)
+ કબ્જે બરેલ મુદ્દામાલઃ-
ઓપ્પો કંપનીનો મોડેલ નંબર A15s એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ જેનો IMEI નંબર જોતા (1) 869054057550615 तथा (2) 869054057550607 ६ि.३. १३,८००/-
• ડીટેકટ થયેલ ગુના:-
ઉચ્છલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૬૨૩૦૧૯૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૮૦, ૪૫૭ મુજબ
• સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ એલ.સી.બી. તાપી તથા અ.પો.કો. વિપુલભાઇ બટુકભાઇ, આ.પો.કો. આત્મારામભાઇ સુમનભાઈ ટેકનીકલ સ્ટાફ, તાપી