જિલ્લા કલેકટરશ્રી ડૉ વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લાના બેંક અધિકારીઓની DLRC/ DLCC ની રિવ્યૂ બેઠક યોજાઇ
તાપી જિલ્લાનો રૂ.2553 કરોડના વાર્ષિક ક્રેડિટ પ્લાનને જિલ્લા કલેકટરશ્રી ડો વિપિન ગર્ગના હસ્તે લોંચ કરાયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૮ તાપી જિલ્લા કલેકટરશ્રી ડૉ વિપિન ગર્ગના અધ્યક્ષપદે કલેકટર કચેરી ના સભાખંડ ખાતે તાપી જિલ્લાના બેંક અધિકારીઓની DLRC/ DLCC ની રિવ્યૂ મીટીંગ યોજાઇ હતી. આ બેઠક દરમ્યાન વર્ષ 2024-25નો રૂ.2554 કરોડનો વાર્ષિક ક્રેડિટ પ્લાન લીડ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ હતો.જેને જિલ્લા કલેકટરશ્રી ડો વિપિન ગર્ગના હસ્તે લોંચ કરાયો હતો.
જે અંતર્ગત તાપી જિલ્લામાં આવેલ કુલ 26 બેન્કોની 89 શાખાઓ દ્વારા આગામી વર્ષ 2024-25 દરમ્યાન રૂ 2554 કરોડનું વિવિધ ક્ષેત્રમાં ધિરાણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં રૂ.410 કરોડ ખેતી અને ડેરી સેક્ટર, રૂ.1122 કરોડ કિસાન ક્રેડિટ કાર્ડ, રૂ. 380. કરોડ MSME સેક્ટર , રૂ. 16 કરોડ શિક્ષણ, રૂ. 31 કરોડ હાઉસિંગ સેક્ટરમાં ધિરાણ આપવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો.વિપિન ગર્ગ એ જણાવેલ હતું કે વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કરીને અમૃતકાળ માંથી પસાર થઈ રહ્યો છે અને વડા પ્રધાનશ્રીનું મિશન છે કે ભારત ને 2047 માં વિકસિત રાષ્ટ્ર બનાવવુ ત્યારે તાપી જિલ્લાના દરેક લોન વાચ્છુઓને સસ્તા દરે લોન જિલ્લાની વિવિધ બેન્કો દ્વારા પ્રાપ્ત થઈ રહે અને તેમણે વ્યાજખોરો ની ચુંગલ માંથી બચાવી શકાય તથા ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તથા પશુપાલન વ્યવસાયને વધુ વેગ મળે તે માટે પશુ પાલકોને કિસાન ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરવા બેન્કોને અનુરોધ કરેલ હતો.
અધિક નિવાસી કલેક્ટર શ્રી બોરડ દ્વારા જિલ્લામાં દરેક સેક્ટરમાં વાર્ષિક લક્ષ્યાંક સરપાસ થાય તેવી બેન્કો ને અપીલ કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના ડાયરેકટર શ્રીમતિ ખ્યાતિ પટેલે જણાવ્યું હતું કે નવા વર્ષ માં સેલ્ફ હેલ્પ ગ્રુપને વધુને વધુ બેન્કો દ્વારા લોન ધિરાણ પ્રાપ્ત થાય અને મિશન મંગલમ દ્વારા લક્ષ્યાંક હાંસલ થઈ શકે.
લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં કુલ 26 બેંકો ની 89 શાખા ઓ કાર્ય કરી રહેલ છે. દરેક શાખાઓ દ્રારા વધુ ને વધુ લોકો ના PMJDY A/C ખૂલે તેમજ સરકારશ્રી ની માઇક્રો ઇનસુરેન્સ જેવી કે PMJJBY અને PMJSBY નું એનરોલમેન્ટ થાય અને ખાતાં ધારકો ને વીમા સુરક્ષા પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.
આ પ્રસંગે આરબીઆઇના રાહુલ સૈનીએ દરેક બેન્કોને ઇકો ડિજિટલ સિસ્ટમ પર ભાર મૂકી દરેક ગ્રાહક ને ઓછામાં ઓછી એક ડિજિટલ પ્રોડક્ટ આપવા તથા ફાયનાન્સિયાલ અવરનેસ ફેલાય તે માટે પ્રયત્ન કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં નાબાર્ડ ના કુંતલ સુરતી તથા આરસેટી ડાયરેકટર શ્રી કિરણ સાતપૂતે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી, ,વ્યારા-સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ તથા વિવિધ બેન્કોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000000