તાપી જિલ્લા યુવા જોગ : સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ભારતીય થલ સેનામાં અગ્નિવીરો માટે ભરતી
માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી,વ્યારાનો સંપર્ક કરવો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.27: સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુક યુવા અને ઉત્સાહી સશક્ત યુવકો માટે ભારતીય થલસેનામાં અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ, ક્લાર્ક/સ્ટોરકીપર, ટ્રેડમેન તરીકે જોડાવા હેતુસર ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવેલ છે. આ ભરતી માટે ૦૧/ઓક્ટોબર/૨૦૨૩ થી ૦૧/એપ્રિલ/૨૦૦૭(બંને તારીખ વચ્ચે) વય મર્યાદા ધરાવતા અપરણીત યુવકો ઓનલાઈન https://joinindianarmy.nic.in પરથી આગામી ૨૨/૦૩/૨૦૨૪ સુધી અરજી કરી શકશે.
અગ્નિવીર (જનરલ ડ્યુટી), અગ્નિવીર (ટેકનીકલ), અગ્નિવીર (ઓફીસ આસીટન્ટ/સ્ટોર કીપર ટેકનીકલ), અગ્નિવીર ટ્રેડમેન, અગ્નિવીર ટ્રેડમેન તરીકે જોડાવા અરજી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત પસંદગીની પ્રક્રિયા મુજબ પ્રથમ કોમ્પ્યુટર બેસ ઓનલાઈ ટેસ્ટ યોજવામાં આવશે. ત્યાર બાદ શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોની શારીરિક યોગ્યતા કસોટી યોજાશે દોડ, લાંબો કુદકો તથા ઉચો કુદકો, વજન, છાતી, ઉંચાઈ વગેરે નિયત માપદંડમાં પૂર્ણ કરવાનો રહેશે. જિલ્લાના ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરી અરજીની નકલ જિલ્લા રોજગાર કચેરી, વ્યારા ખાતે રજુ કરવાના રહેશે. તથા ઓનલાઈન ફોર્મ ભરવાની વ્યવસ્થા રોજગાર કચેરી ખાતે કરવમાં આવેલ છે.
રોજગાર અધિકારીશ્રી વી.એસ.ભોયે દ્વારા જિલ્લાના યુવકો આ લશ્કરી ભરતી રેલીમાં ઉમેદવારી નોંધાવે તેવો આગ્રહ કરવામાં આવેલ છે, અને વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૪/૩, વ્યારા, તાપી, ફોન.નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯/૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો એમ રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.
000000