ડાંગ અને વાંસદા ખાતે શૈક્ષણિક સામગ્રી અને કપડાંનું વિતરણ કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા: તા: ૨૬: વાંસદના શ્રી સદગુરુ સદાફલદેવ દંડક વન આશ્રમ, તથા અક્ષર ફાઉન્ડેશન દ્વારા ડાંગ અને વાંસદાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં શૈક્ષણિક સામગ્રી અને કપડાંનું વિતરણ કરાયું હતું.
શ્રી અક્ષરદેવજીના જન્મદિન નિમિત્તે આખા ભારત દેશમાં અક્ષર ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વસ્ત્ર, અને સ્કુલ બેગ, બુક, નોટ, પેન, અભ્યાસલક્ષી સામગ્રી વિતરણ કરાઈ હતી.
ડાંગ જિલ્લાના ભુજાડ ગામેં અંદાજીત ૪૫૦ જેટલા જરૂરિયાતમંદો સહિત વાંસદા તાલુકાના અંતરિયાળ ગામોમાં બાળકોને ઉચ્ચ શિક્ષા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી આ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગ વાંસદા સહિત રાજ્યના સુરત, અમદાવાદ, વડોદરા તેમજ અન્ય પાંચ જિલ્લાઓમાં પણ આ સેવાકિય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.
–