તાપી જિલ્લામાં બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા તાપી જિલાના ૩૦ કેન્દ્રો ખાતે યોજાશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૬: તાપી જિલ્લામાં આગામી સમય દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSC ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા યોજાનારી છે. આ પરીક્ષાઓ તાપી જિલ્લાના ૩૦ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. જેમાં સાર્વજનિક હાઇસ્કુલ, સોનગઢ,જિ.તાપી-યુનિટ-૧-૨,નૂતન વિદ્યામંદિર સોનગઢ,આદર્શ નિવાસી કન્યા શાળા સોનગઢ, શ્રી સ.ગો.હાઇસ્કુલ વાલોડ,જિ.તાપી-યુનિટ ૧-૨,જે.બી.એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇસ્કુલ, ટાવર રોડ, વ્યારા યુનિટ ૧-૨,શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય, ટાવર રોડ,વ્યારા,જિ.તાપી-યુનિટ ૧-૨,શ્રી એમ.પી.પટેલ માધ્યમિક સ્કુલ, વ્યારા, શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, વ્યારા, દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા,શ્રી આર.જી.પટેલ વિદ્યાલય,નિઝર, યુનિટ-૧-૨, શ્રી પ્ર અને ભા વિદ્યાલય, કપુરા, તા.વ્યારા,જિ.તાપી-યુનિટ-૧,આર્દશ પ્રાથમિક શાળા કપુરા,જીવન સાધના વિદ્યાલય, ઉકાઇ- યુનિટ-૧-૨,બી.ટી.એન્ડ કે.એલ.ઝવેરી સાર્વ હાઇ.બુહારી, તા.વાલોડ, યુનિટ-૧-૨,ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વિરપોર,સાર્વજનિક હાઇસ્કુલ, ઉચ્છલ, યુનિટ ૧-૨,તાલુકા પ્રાથમિક શાળા, ઉચ્છલ,શ્રી આર.વી.પટેલ માધ્યમિક શાળા, બાજીપુરા, તા.વાલોડ, જિ.તાપી- યુનિટ ૧-૨,એલ.એચ.ભકત, સાર્વજનિક હાઇસ્કુલ, ઘાટા, તા.વ્યારા, યુનિટ ૧-૨,શ્રી સરસ્વતી વિદ્યાલય, કુકરમુંડા એમ ૩૦ કેન્દ્રો ખાતે બોર્ડ પરીક્ષા યોજાશે.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other