તાપી જીલ્લાના કાકરાપાર વિસ્તારમા હાઇવે રોડ ઉપર ચાલુ ગાડીમાંથી તાડપત્રી કાપી સાડી તેમજ કાપડના ટાંકાઓ ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એલ.સી.બી. ઇન્ચા.પો.ઈન્સ.શ્રી એન.જી. પાંચાણીએ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો પૈકી હે.કો. ધર્મેશભાઈ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સન તથા હે.કો. તેજશભાઇ તુલસીરામને ટેકનીકલ માહીતી તેમજ સી.સી.ટીવી કેમેરાના અભ્યાસ દરમ્યાન માહીતી મળેલ કે, કાકરાપાર પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનામા ચોરીમાં ગયેલ કાપડની ચોરીમાં ટેમ્પો નંબર GJ-19-Y-4032 સંડોવાયેલ હોવાનો શક જણાતા. જે માહીતી આધારે સુરત તથા બારડોલી ખાતે તપાસ કરતા આરોપીઓ (૧) નૌરતરામ પોકરરામ કુમાવત રહે.૪૬ ભાવના સોસાયટી-૧ ગોડાદરા નહેર રોડ સુરત શહેર મુળ રહે.ગામ-બલુન્દા થાના-તા.જેતારણ જી.વ્યાવર રાજસ્થાન (૨) રમેશકુમાર નૈનારામ કુમાવત રહે.ઘર નં.૨૦૨ વૃંદાવન સોસાયટી,ગામ-કરોલી તા.પલસાણા સુરત મુળ રહે.ગામ-લોટોટી થાના-તા.જેતારણ જી.વ્યાવર રાજસ્થાન (૩) ઘેવરચંદ મોતીલાલ કુમાવત રહે.હાલ મકાન નં.૭૫ સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ સુરત મુળ રહે.ગામ-નિમ્બાચ થાના.તા.જેતારણ જી.વ્યાવર રાજસ્થાને (૧) સફેદ કલરના થેલામાં અલગ અલગ પ્રકારની ડીઝાઇન વાળી તેમજ અલગ અલગ કલરવાળી સાડી નંગ-૩૬ જે એકની કિ.રૂ.૫૦૦/- લેખે કુલ્લે.૧૮૦૦૦/- તથા (૨) પ્લાસ્ટીકની થેલીમાં પાંચ નંગ અલગ અલગ કલરના કાપડ કુલ્લે ૧૦૦ મીટર જેટલો હોય જેની કિ.રૂ.૩૦૦૦/- તથા (૩) ચાર નંગ લીલા કલરના લગ્નના જોડા કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬૧,૦૦૦/- નો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૯૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૭૦,૦૦૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી વણશોધાયેલ ચોરીનો ગુનો શોધી કાઢી આ આરોપીઓ વિરૂધ્ધ આગળની વધુ કાર્યવાહી અર્થે કાકરાપાર પો.સ્ટે.ને સોંપેલ છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ છે.
કબજે કરેલ મુદ્દામાલ :-
(૧) સફેદ કલરના થેલામાં અલગ અલગ પ્રકારની ડીઝાઇન વાળી તેમજ અલગ અલગ કલરવાળી સાડી નંગ-૩૬ જે એકની કિ.રૂ.૫૦૦/- લેખે કુલ્લે.૧૮૦૦૦/- તથા (૨) પ્લાસ્ટીકની થેલીમાં પાંચ નંગ અલગ અલગ કલરના કાપડ કુલ્લે ૧૦૦ મીટર જેટલો હોય જેની કિ.રૂ.૩૦૦૦/- તથા (૩) ચાર નંગ લીલા કલરના લગ્નના જોડા કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૬૧,૦૦૦/- નો મુદ્દામાલ તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૯૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૭૦,૦૦૦/-
કામગીરી કરનાર ટીમ :-
ઇન્ચા.પો.ઈન્સ.શ્રી એન.જી. પાંચાણી તથા પો.સ.ઈ. જે.બી. આહીર એલ.સી.બી.તાપી તથાપો.સ.ઇ. એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્ક્વોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતભાઇ રૂપસિંહ તથા એ.એસ.આઇ. જગદીશ જોરારામ તથા હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ બ.નં.૬૮૬ તથા અ.પો.કો.વિનોદભાઈ પ્રતાપભાઈ તથા રોનકભાઈ સ્ટીવનસનભાઇ તથા પો.કો. અરૂણસિંહ જાલમસિંહ તથા પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ તથા પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ તથા હે.કો. તેજશભાઇ તુલસીરામ તથા પો.કો. વિપુલભાઇ વિગેરેએ કામગીરી કરેલ છે.