તાપી જિલ્લા જાહેર જનતા જોગ : અન્ન અને નાગરિક પુરવઠા યોજના અંતર્ગત ‘My Ration’ એપ્લિકેશન વડે FACE Authentication આધારિત e-KYC કરી શકાશે: NFSAના તમામ લાભાર્થીઓ માટે e-KYC ફરજિયાત

Contact News Publisher

માય રેશન મોબાઇલ એપના માધ્યમથી લાભાર્થીઓ ઝડપી અને ઘરે બેઠા e-KYC સહિત સસ્તા અનાજના દુકાનની માહિતી, છેલ્લા ૬ માસ દરમ્યાન ઉપાડેલ જથ્થાની વિગતો વગેરે જેવી જાણકારી પણ મેળવી શકે છે

(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) :  તા.21: ભારત સરકારના નિયામક, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” (NFSA) માં નોંધાયેલા તમામ લાભાર્થીઓ ઝડપી અને ઘરે બેઠા e-KYC કરી શકે તે માટે “FACE Authentication આધારિત e-KYC” ની સુવિધા ધરાવતી “My Ration” એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

“My Ration” App માં રેશનકાર્ડ લિંક કરવાની રીત

Google Play store પરથી “My Ration” App ડાઉનલોડ કરો. હોમ પેજ પર ડાબી બાજુ ઉપરના ખૂણા પર દેખાતી ત્રણ આડી લાઈન વાળા ચિહ્ન પર ક્લિક કરો. ઓપન થતા વિકલ્પોમાં “પ્રોફાઈલ(Profile)” પર ક્લિક કરો.

પ્રોફાઈલ પર ક્લિક કરી ઓપન થતા પેજમાં તમારું રેશનકાર્ડ લિંક કરો- વિકલ્પ પસંદ કરતા રેશનકાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા ૪ આંકડા નાખી “તમારું રેશનકાર્ડ લિક કરો” પસંદ કરો. ત્યારબાદ ઓપન થતા પેજ પર *હું સંમતિ સ્વીકારું છું* ચેક બોક્ષ પસંદ કરી આધાર ઓટીપી આવશે તેના પર ક્લિક કરી ઓટીપી દાખલ કરો. “ઓટીપી ચકાસો” પર કલીક કરી *”Ration card linked successfully, You can update details now*(તમારું રેશનકાર્ડ સફળતાપૂર્વક લિંક થઈ ગયેલ છે)” તેવો મેસેજ સ્કીન પર દેખાશે.(“My Ration” એપ્લિકેશનમાં રેશનકાર્ડ સફળતાપૂર્વક લિક કર્યા બાદ e-KYC કરવા માટે એપ્લિકેશન બંધ કરી ફરીથી ઓપન કરો.)

My Ration” એપ્લીકેશનમાં e-KYC કરવાની રીત:

(માત્ર એવા જ સભ્યો જ આધાર e-KYC કરી શકાશે જેમના આધાર નંબર રેશનકાર્ડમાં સીડ થયેલ છે.)
My Ration” App ના હોમ પેજ પરના આધાર e-KYC મેનું સિલેક્ટ કરો. ત્યારબાદ સ્ક્રિન પર દેખાતા Downlond AadhaarFaceRd App પર ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને Face Authentication કરવા માટે આપેલ સુચનાઓ ધ્યાનથી વાંચી ચેકબોક્સ પસંદ કરી ‘કાર્ડની વિગતો મેળવો’ પર ક્લિક કરો.

રેશનકાર્ડ નંબર ચકાસો અને સ્કિન પર દેખાતો કોડ દાખલ કરી ‘કાર્ડના સભ્યોની વિગતો મેળવો’. (સ્ટેપ-૧) પર ક્લિક કરો. ‘આધાર e-KYC માટે સભ્ય પસંદ કરો’ પર ક્લિક કરી જે સભ્યની e-KYC કરવાની હોય તેનું નામ પસંદ કરો. ત્યારબાદ ‘આ સભ્યમાં આધાર e-KYC કરી’ (સ્ટેપ-૨) પર ક્લિક કરો.

મોબાઈલ સ્કિન પર પ્રદર્શિત થતી સંમતિ કાળજીપૂર્વક વાંચો અને ‘હું સંમતિ સ્વીકારું છું.’ ચેક બોક્સ પર ક્લિક કરો. ત્યારબાદ ઓટીપી જનરેટ કરો (સ્ટેપ-3) પર ક્લિક કરો. (આ ઓટીપી આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે.)

મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરી ઓટીપી ચકાસો (સ્ટેપ-૪) પર ક્લિક કરો. ત્યાર બાદ ચહેરો કેપ્ચર (Face capture) કરવા માટે કેમેરો ઓપન થશે. Face Authentication વખતે સ્કિન પર દેખાતો તમારો ચહેરો કેમેરા સામે સીધો રાખો, આંખ પટપટાવો અને સુચનાઓને અનુસરો.

ચહેરો સફળતાપૂર્વક કેપ્ચર થયા બાદ સ્કિન પર આધાર કાર્ડની વિગતો જેમ કે, જન્મ તારીખ, જાતિ(gender), નામ, સરનામું દેખાશે. e-KYCની મંજૂરી માટે ‘મંજૂરી માટે વિગતો મોકલો’- ઓપ્શન પર ક્લિક કરતાં તમારી અરજીની મંજૂરી માટેની વિનંતી(request) સંબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે.

નોંધનિય છે કે, My Ration Applicationમાં અરજી કર્યા બાદ અરજદારની અરજી સંબંધિત પુરવઠા કચેરીના નાયબ મામલતદાર/ઝોનલ ઓફીસર મળેલ અરજીના આધારે અરજદારના રેશનકાર્ડ અને આધારનો ડેટા જોઈ તે મુજબ પગલાં લેશે, તથા e-KYCની અરજી રીમાર્ક્સ આપીને Approve/Reject કરશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, “My Ration” માય રેશન મોબાઇલ એપના માધ્યમથી રેશનકાર્ડ ધારકો પોતાના મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરી તેમને દર મહિને મળવાપાત્ર અનાજનો જથ્થો, રેશનકાર્ડના સભ્યોની વિગત, સસ્તા અનાજના દુકાનની માહિતી, છેલ્લા ૬ માસ દરમ્યાન ઉપાડેલ જથ્થાની વિગતો વગેરે ઘેર બેઠાં જાણી શકશે. ડિઝીટલ ગુજરાત પોર્ટલ રેશનકાર્ડને લાગુ પડતા તમામ ફોર્મ અને ઓનલાઇન સર્વિસ માટે અરજી કરી શકાય છે. તથા રેશનકાર્ડ સબંધીત પ્રશ્નોના નિકાલ માટે અધિકારીનો સંપર્ક નંબર પણ માય રેશન મોબાઇલ એપ પર જોઇ શકાય છે. આ એપના માધ્યમથી રેશનકાર્ડ ધારક ઘરે બેઠા વિગતોની માહિતી મેળવી શકશે તથા NFSAના તમામ લાભાર્થીઓ માટે e-KYC ફરજિયાત છે એમ તાપી જિલ્લા નાગરિક પુરવઠા અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *