તાપી જિલ્લામાં આગામી ૨૨મી ફેબ્રુઆરીને “નો ફ્લાય ઝોન” જાહેર કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ આગામી તા.૨૨/૦૨/૨૦૨૪ના રોજ પ્રધાનમંત્રીશ્રીનો સુરત જિલ્લાના માંડવી તાલુકાના હદ વિસ્તારમાં આવેલ કાકરાપાર અણુમથક ખાતે વિઝીટ અર્થે પધારનાર હોઇ તેઓની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, તાપી દ્વારા “નો ફ્લાય ઝોન” અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ર્ડા.વિપિન ગર્ગને મળેલ સત્તાની રૂએ પ્રધાનમંત્રીશ્રીના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચીખલવાવ હેલીપેડ તથા પ્રધાનમંત્રીશ્રીના પસાર થવાનો રૂટ હેલીપેડથી કાકરાપાર અણુમથક સુધીના આજુ-બાજુના ર કિ.મી. વિસ્તારમાં આગામી તા.૨૨/૦૨/૨૦૨૪ના રોજ ૦૦/૦૦ કલાકથી ૨૪/૦૦ કલાક સુધીના સમયગાળા દરમ્યાન રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) જેવા UAV (Unmanned Aerial Vehicle) તથા માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTER) તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવા/કરવા ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પોલીસ વિભાગ અને સુરક્ષાદળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામું આગામી તા. ૨૨/૦૨/૨૦૨૪ ના રોજ ૦૦:૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક (૨૪ કલાક) સુધી અમલમાં રહેશે.જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
૦૦૦ ૦૦૦ ૦૦૦