ગુજરાત સરકારશ્રી અને આરોગ્ય વિભાગ તાપીની કામગીરીની સરાહના કરતા ડોલવણના બામણામાળ દુરના વાલી ફુલિયા મોરે

Contact News Publisher

સફળતાની વાત: તાપી જિલ્લો

ફુલિયા મોરેએ પોતાના દિકરાને મળેલ નવજિવન બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો

તાપી જિલ્લા આરબીએસકેની ટીમ અને જનરલ હોસ્પિટલ વ્યારા(NRC) વિભાગ દ્વારા ૩ મહિનાની સતત સારવાર બાદ કુપોષિત બાળકને અપાયું નવજીવન

(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) :  તા.૧૯: મુળ મધ્યપ્રદેશ અને હાલ ડોલવણ તાલુકાના બામણામાળ દુર ગામે રહેતા ફુલિયા મોરે સરકારશ્રી અને આરોગ્ય વિભાગ તાપીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે, મારો દિકરો ૨૦ માસનો છે. મારા દિકરાનું નામ ભુરિયા મોરે છે. મારા દિકરાનું વજન જન્મથી જ ખુબ ઓછું હતું.

ભારત સરકારના શાળા રાષ્ટ્રિય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત આરબીએસકેની ટીમ અમારા વિસતારમાં આવી પહોંચી હતી. આ ટીમ દ્વારા મારા દિકરાની આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા જણાવ્યું હતું કે, મારૂ બાળક અતિ ગંબીર રીતે કુપોષિત છે. બાળકની તાત્કાલિક સારવાર કરવી અતિ આવશ્યક છે. જો તાત્કાલિક સારવાર ન નહિ કરવામાં આવે તો બાળકને ગંભીર બીમારી થઇ શકે છે.

આ વાતની જાણ થતા દિકરાને અમે જનરલ હોસ્પિટલ વ્યારા(NRC) વિભાગમાં આગાઉ તા.૧૧/૧૨/૨૦૨૩ના રોજ લઇ ગયા જ્યાં તાત્કાલિક ધોરણે NRC વિભાગના બાળરોગ નિષ્ણાંત ડો.દિપક ગામીત,ન્યુટ્રીશન આસિસ્ટન્ટ,સ્ટાફ નર્સ, કુકબેન, આયાબેન એમ તમામ સ્ટાફે ખડેપગે રહી મારા દિકરાની સારવાર કરી હતી. સમયાંતરે ડોકટરોની ટીમ દ્વારા ઘર બેઠા ચેકઅપ પણ કરવામાં આવતું હતું.

અમારા પરિવારને શાળા રાષ્ટ્રિય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત જે લાભો મળ્યા છે તે ખરેખર અમારા માટે આશિર્વાદરૂપ છે. જેના થકી મારા દીકરાના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યો છે. આજે મારું બાળક પણ બીજા સામાન્ય બાળકો જેવું તંદુરસ્ત જીવન જીવશે.

સાથે સાથે હું ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનો પણ આભાર માનું છું કે, તેઓ આટલા અતિ દુર્ગમ વિસ્તારમાં રહેતા અમારા જેવા અનેક લોકોની મદદ કરી રહ્યા છે. ખરેખર હું સાચા મનથી ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગની કામગીરીની સરાહના કરું છું. અને ધન્યવાદ પાઠવું છું.

બાળકનું વજન સારવાર પહેલા ૩.૬૪૦ કિ.ગ્રા, ઉંચાઇ-૬૪ cm, MUAC(mid upper arm circumference) ઉપલા અને મધ્ય હાથનો પરિધ-૭ cm, કુપોષણનો Z સ્કોર -4SD હતું.

જે ૩ મહિનાની સતત સારવાર બાદ વજન-૬.૩૩૦ કિ.ગ્રા, ઉંચાઇ-૬૫ cm, MUAC(mid upper arm circumference) ઉપલા અને મધ્ય હાથનો પરિધમાં વધારો થતા ૧૧.૫ cm અને “કુપોષણ નો Z સ્કોર ઘટાડીને -૧ SD કરી, બાળકને કુપોષણ માંથી સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યો છે.”

નોંધનિય છે કે, દર્દી ભુરીયા મોરેના વાલીશ્રી ફુલીયા મોરેને આરબીએસકેની ટીમ દ્વારા શાળા રાષ્ટ્રિય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંગેની માહિતી આપવામાં આવી હતી અને સારવાર કરાવવા માટેની સલાહ આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ડૉ.પાઉલ વસાવા અને જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડૉ. ભાર્ગવ દવે,તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.નેહલ ઢોડિયાના માર્ગદર્શન હેઠળ દર્દીની સારવાર વ્યારા જનરલ હોસ્પિટલ વ્યારા(NRC) ખાતે કરવામાં આવી હતી.

0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other