જનરલ હોસ્પિટલ વ્યારામાં કેન્સરની ગાંઠનું ઓપેરેશન સફળતા પૂર્વક પાર પડાયું : હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર ઉપલબ્ધ થવાથી આજુ-બાજુનાં વિસ્તારનાં દર્દીઓમાં આનંદની લહેર વ્યાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાની એક માત્ર જનરલ હોસ્પિટલ વ્યારામાં અત્યાર સુધી કેન્સરનાં ઓપેરેશનો થતા ન હતા. પરંતુ જનરલ હોસ્પિટલ વ્યારાનાં મુખ્ય જીલ્લા તબિબિ અધિકારી સહ સિવિલ સર્જન ડો. નૈતિક ચૌધરીનાં પ્રયત્ન થકી અગત્સય ઓંકોલોજી ટીમનાં ડો.મૃદુલ પટેલ નાં સહયોગથી અને પી.એમ.જે.વાય યોજના હેઠળ વિના મૂલ્યે ડો. મૃદુલ પટેલ કેન્સર સર્જનની આગેવાની માં જનરલ હોસ્પિટલનાં સર્જરી વિભાગનાં ડો. મનિષ ચૌધરી ( એમ.એસ) તેમજ ડો. દિવ્યાંગ ચૌધરી ( એનેસ્થેસિયા ) તથા તેમની ટીમ દ્વારા ૩૦/૦૧/૨૦૨૪ નાં રોજ વાલોડ તાલુકાનાં બાજીપુરા ગામનાં દર્દી સન્મુખભાઇ કરસનભાઇ ચૌધરી નું ડાબા જડબાનાં લાળગ્રંથીનાં કેન્સરની ગાંઠનું ( Locally Adorner Parotid Cancer Carcinoma ) ઓપેરેશન સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું.
હવે આવા કેન્સર નાં ગંભીર રોગનાં દર્દીઓને સારવાર માટે ડો. મૃદુલ પટેલ કેન્સર સર્જન દર મંગળવારે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ફ્રી સારવાર આપતા હોવાથી સુરત જવાની જરૂર પડશે નહીં. આમ હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર ઉપલબ્ધ થવાથી આજુ-બાજુનાં વિસ્તારનાં દર્દીઓને પોતાનાં વિસ્તારમાં જ વિનામૂલ્યે સેવા મળી રહેશે.