સ્વામીનારાયણ મંદિર અક્ષરવાડી કાટગઢ ખાતે પરીક્ષા સાથે મૈત્રી કાર્યક્રમ રાખી ધોરણ ૧૦ અને ૧૨ના ૬૫૦ બોર્ડના પરીક્ષાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્રારા પરીક્ષા સાથે મૈત્રી અને સાયન્સ સ્કીલ મોટીવેશન કાર્યક્રમ સ્વામીનારાયણ મંદિર અક્ષરવાડી કાટગઢ વ્યારા આદર્શ સ્વામીના સહકાર અને સહયોગ પ્રાપ્ત થતા કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેંન્દ્ર, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને તાપી જિલ્લા શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વાર્તાલાપ સંમેલનમાં સુરતના તજજ્ઞ હરિકૃષ્ણભાઈ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા ને સુંદર રીતે પરીક્ષા ડર વિના કેવી રીતે આપવી તેની સમજ રીડીંગ, રાઈટીંગ, રીટ્વીટ અને રીવીઝન સાથે આપી. સાથે સાથે વિજ્ઞાન મોટીવેશન ના પ્રશ્નો શોધો બાબતે ઉમદા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિરપુર શાળાના આચાર્ય કેતનભાઈ શાહ દ્રારા પરીક્ષાના પેપરલક્ષી માહિતી બાળકોને આપવામાં આવી હતી અને ઉપસ્થિત ૧૫ શાળાના કુલ ૬૫૦ બાળકો અને ૨૫ શિક્ષકોને પરીક્ષાનું માર્ગદર્શન પૂરું પાડ્યું અને દરેક શાળામાં ૧૦૦% પરિણામ આવે તેવા સંકલ્પ લેવડાવ્યા. આદર્શ સ્વામી દ્રારા આશીર્વાદ સાથે મંદિર પરિસર, અલ્પાહાર, બાળકોને કેલેન્ડર, પેન, શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા સાથે કાર્યક્રમના સહયોગી સંસ્થાના મુખ્ય કેતનભાઈ શાહનો વિશેષ અને શાળાના આચાર્યોનો અભાર વ્યક્ત કર્યો હતો.