IDFC ફસ્ટ બેંક વ્યારા દ્રારા વિધાકુંજ વિદ્યાલય વિરપુર શાળામાં સાઈબર સિક્યુરીટી એવરનેશ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ કલાનિકેતન ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા સંચાલિત વિધાકુંજ વિદ્યાલય વિરપુર શાળામાં ધો- ૯ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓને IDFC બેંક દ્રારા સાઈબર સિક્યુરીટી વિશે તેમના સ્ટાફ તથા મેનેજર શાળામાં આવી માર્ગદર્શન આપ્યું. શાળાના આચાર્યશ્રી કેતનભાઈ શાહ દ્રારા સૌને પુષ્પગુચ્છથી આવકારી સ્વાગત કર્યું. બેન્કના તમામ અધિકારીઓએ બેંક દ્રારા તૈયાર કરેલ માર્ગદર્શિકા દીકરીઓને આપવામાં આવી. બેન્કના મેનેજર નૈમિષ શાહ સાહેબ દ્રારા સાઈબર સિક્યુરીટી વિશે જણાવેલ કે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરવી, OTP કોઈને પણ ના આપવો, બેંકમાં બચત ખાતા ખોલાવવા, ATM કાર્ડની માહિતી, ફિક્સ ડીપોઝીટ અંગે,ખાતાનું બેલેન્સ ફોન દ્રારા પુછવામાં આવે તો કોઈને જણાવવાનું નહિ, આધારકાર્ડ પાનકાર્ડ સાથે ખાતાને જોડાણ કરવું, આમ બેંક દ્રારા ગ્રાહકોને મળતા લાભો તથા સાઈબર સિક્યુરીટી વિષેના લાભ ગેરલાભ બતાવી બાળકોને માહિતગાર કર્યા હતા. બેંક દ્રારા પ્રશ્નોત્તરી જય શાહ, પીનલ ચૌહાણ દ્રારા કરી વિજેતાઓને વિશેષ ઇનામો બેંક તરફથી આપવામાં આવ્યા. સાથે સાથે શાળાની તમામ ૫૦ છાત્રાલયની દીકરીઓને આશ્વાશન ઇનામ તરીકે તમામ બાળકોને પેન, પેન્શીલ, નોટબુક આપી સૌને અલ્પાહાર કરાવ્યો. શાળામાં ખૂબ સુંદર સાઈબર સિક્યુરીટી એવરનેશ કાર્યક્રમ યોજાવાથી બેંક અને તેમના તમામ સ્ટાફ અધિકારીઓનો આચાર્યશ્રી અને શાળા પરિવાર શુભેચ્છા સાથે આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં આવા કાર્યક્રમો કરવા માટે આચાર્યશ્રી દ્રારા ખલ્લુ આમંત્રણ પાઠવ્યું.