તાપી જિલ્લામાં આજથી રીસર્વે યોજના અંતર્ગત પાંચ ગામોમાં સપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે

Contact News Publisher

રીસર્વે યોજના અંતર્ગત મુસા,વિરપુર,ચીખલી,મદાવ અને માયપુર ખાતે સંપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૭ જિલ્લા નિરિક્ષક જમીન દફ્તર તાપી દ્વારા રિસર્વે યોજના અંતર્ગત રિસર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદની ક્ષતિ સુધારવા માટે તાપી જિલ્લાના પાંચ ગામોમાં સપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ તાપી જિલ્લાના પ્રથમ તબક્કામાં પસંદ પામેલ પાંચ ગામોમાં પૈકી મુસા ખાતે ૨૦.૦૨.૨૦૨૪ થી ૨૨.૦૨.૨૦૨૪ના રોજ ક્ષતિ સુધારણાની કામગીરી કરવામાં આવશે.

તેવી જ રીતે વીરપુર ખાતે ૨૩મી થી ૨૬ ફેબ્રુઆરી, ચિખલી ખાતે ૨૭ થી ૨૯મી ફેબ્રૂઆરી, મદાવ ખાતે ૧લી માર્ચ થી ૪ માર્ચ,અને માયપુર ખાતે આગામી ૫મી માર્ચ થી ૭મી માર્ચ સુધી સંપુર્ણ ક્ષતિ સુધારણા કાર્યક્રમ યોજાશે. આ નક્કી કરેલ ૫ (પાંચ) ગામોમાં ગ્રામજનો, જિલ્લા કક્ષા-તાલુકા કક્ષાના આગેવાનો, પદાધિકારીની હાજરીમાં આ કેમ્પ યોજાશે.એમ જિલ્લા નિરિક્ષક જમીન દફતર તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other