પશુઓમાં થતા રોગને પહોંચી વાળવા તાપી જિલ્લાની ૧૯૬૨ ટીમ ખડેપગે

Contact News Publisher

૧૦૮ માનવીઓ માટે આશીર્વાદરૂપ, તેવી જ રીતે ૧૯૬૨ નિશુલ્ક ફરતા પશુ દવાખાનાઓ પશુઓ માટે આશીર્વાદરૂપ બન્યા

કુકરમુંડા તાલુકાના મટાવલ ગામે પશુપાલકના ગાયને શીંગડાના ભાગે હોર્ન કેન્સરની નિ:શુલ્ક સારવાર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા: ૧૪: તાપી જિલ્લામાં પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ના સંયુક્ત ઉપક્રમે તાપી જિલ્લામાં ૧૦ ગામ દીઠ નિ:શુલ્ક ફરતા પશુ દવાખાના(૧૯૬૨)ની ફાળવણી કરવામાં આવી છે. જેથી પશુપાલકોને તેમના પશુઓને સમયસર અને ઝડપી આરોગ્યલક્ષી સારવાર મળી શકે.

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મટાવલ મથકે એક ફરતુ પશુ દવાખાનું કાર્યરત છે. મટાવલના રૂટમાં આવતા અમોદે ગામમાંથી એક જાગૃત પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના ગાયને શીંગડાના ભાગે કોઈ તકલીફ હોય જેથી તપાસ કરી સારવાર કરી આપવા જણાવ્યું હતું.

૧૯૬૨ની ટીમ તરત પશુપાલકના ઘરે પહોંચી હતી અને ગાયની તાપસ કરતા એમ્બ્યુલન્સના ફરજ પરના ડો.વિમલેશ રાયે દ્વારા જાણવા મળ્યું હતું કે, ગાયને શીંગડાના ભાગે હોર્ન કેન્સર છે. જેને ઓપરેશન થકી દૂર કરી કરી શકાશે. ગાયની આરોગ્યલક્ષી સમગ્ર તપાસ બાદ પશુપાલકની સહમતી થી ૧૯૬૨ની ટીમના ડો.વિમલેશ રાય,ડો.ભાનુ પ્રસાદ તેમજ પાયલોટ કમ ડ્રેસર નારણભાઈ અને જીગ્નેશભાઈ રાઠવા દ્વારા દોઢ કલાકની ભારે જહમત ઉઠાવી ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું.

૧૯૬૨ની સમગ્ર ટીમે ગાયને પીડા મુક્ત કરી નવજીવન આપ્યું હતું. આ તમામ સેવા નિ:શુલ્ક પૂર્ણ કરવામાં આવતા પશુપાલકે ૧૯૬૨ની ટીમને,સમગ્ર તંત્ર અને પશુપાલન વિભાગ સહિત રાજ્ય સરકારનો આભાર માની ખુશીની લાગણી વ્યકત કરી હતી.

નોધનિય છે કે, ૧૯૬૨ પર એક ફોન કોલ કરવાથી ફરતું પશુ દવાખાનું પશુપાલકના ઘરે પહોંચી પશુની મફતમાં સારવાર કરી આપે છે.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other