અનુસુચિત જાતિના કલાકારો માટે પાંચ દિવસીય પ્રાદેશિક લોકનૃત્ય તાલીમ શિબિર યોજાશે
તાલીમમાં જોડાવા ઇચ્છતા અનુસુચિત જાતિ (SC) ના કલાકારોએ પોતાની અરજી ૧૯ ફેબ્રુઆરી સુધી કરવાની રહશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩ કમિશ્નરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલિત અને જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,તાપી દ્વારા આયોજિત અનુસુચિત જાતિના કલાકારો માટે પાંચ દિવસીય પ્રાદેશિક લોકનૃત્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાnર છે.
દક્ષિણ ગુજરાત પ્રાદેશિક લોકનૃત્ય તાલીમ શિબિરમાં (ડાંગ, વલસાડ, નવસારી, સુરત શહેર, સુરત ગ્રામ્ય, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી) જિલ્લાઓના અનુસુચિત જાતિ (SC) ના ૧૫ થી ૩૫ વર્ષની વય ધરાવતા યુવક યુવતીઓ ભાગ લઇ શકશે.
તાલીમ શિબિરમાં નિષ્ણાત,લોકનૃત્યના તજજ્ઞો દ્વારા ભાગ લેવા આવનાર શિબિરાર્થીઓને લોકનૃત્યની તાલીમ વિના મુલ્યે આપવામાં આવશે. તથા પાંચ દિવસ તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેશે.
આ તાલીમ શિબિરમાં રસ ધરાવનાર અનુસુચિત જાતિ (SC) ના શીબીરાર્થી તરીકે જોડાવા ઈચ્છતા કલાકારોએ પોતાની અરજી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,તાપી, બ્લોક નં-૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા.જિ.તાપી ખાતે તા.૧૯/૦૨/૨૦૨૪ના રોજ બપોરે ૩:૦૦ કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે.
વધુ માહિતી માટે કચેરીના ટેલિફોન નં.૦૨૬૨૬-૨૨૧૬૨૦ પર સંપર્ક કરવાનો રહેશે.એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000