પાકા ઘરનું સ્વપ્ન સાકાર કરતી રાજ્ય સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના
આવાસનો લાભ મળતા કાચા મકાનમાં રહેવાથી પડતી મુશ્કેલીઓમાંથી મુકતી મળી છે:- પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ચંદુભાઇ ગામીત
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૦: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર લોકોની સુખાકારી અને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. ગામડાઓમાં લોકો પોતાનુ પાકુ મકાન બાંધી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) અમલી બનાવી છે.જેના લીધે રાજ્યનાં અનેક પરીવારોને રહેવા માટે સુવિધાયુકત પાકા મકાનની છત મળી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત પાકું મકાન બનાવવા માટે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભાટપુર ગામના રહેવાસી શ્રી ચંદુભાઇ ગામીત ખુશીની લાગણી વ્યકત કરતા જણાવે છે, કે મને ૧.૨૦ લાખની સહાય મળી હતી.આ સહાયના આધારે અને ખેતી કામ કરી ઉભી કરેલી આવકની બચત ઉમેરીને સુવિધાયુકત પાકુ મકાનનુ નિર્માણ કર્યુ છે. આ સાથે મને સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલયનો પણ લાભ મળ્યો છે.અને અમે પરીવાર સાથે પાકા મકાનમાં આંનદિત જિવન જીવીએ છીએ.
પહેલા અમને પાકુ મકાન ન હતું એ સમયે ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મારા સમગ્ર પરિવારને કાચા મકાનમાં રહેવાથી પડતી મુશ્કેલીઓમાંથી મુકતી મળી છે જે બદલ હું ગુજરાત સરકારનો, જિલ્લા તંત્રનો અને વડાપ્રધાનશ્રીનો ખુબ ખુબ આભારી છું.
0000