પીકઅપ ટેમ્પોમાં કાંદાની ગુણોની આડમાં દારૂની હેરાફેરી કરતા આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ આર.એમ. વસૈયા, પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એલ.સી.બી. તાપીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી પ્રોહી જુગારની પ્રવૃતિ શોધી કાઢવાની કામગીરીમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે “ એક સફેદ કલરનો પીકપ ટેમ્પો નં.- GJ-04-AW-2819 કે જેના આગળ પાછળના ભાગે ના ભાગે ગુજરાતીમાં જય શ્રી ચામુંડા માં લખેલ છે તેમાં બે ઇસમો મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર ખાતેથી કાંદાની ગુણોની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નંદુરબારથી નવાપુર અને ત્યાંથી નીકળી સોનગઢ થઇ સુરત તરફ જનાર છે.” જે બાતમી આધારે સોનગઢના પોખરણ ગામની સીમમાં ને.હા.નં.૫૩ પર સોનગઢથી વ્યારા જતા ટ્રેક પર હોટલ ગ્રાન્ડ તુલસી સામે વોચમાં હતા દરમ્યાન સોનગઢ તરફથી બાતમીવાળો પીકઅપ ટેમ્પો આવતા તેને રોકી લઇ રોડની સાઇડમાં કરાવી ઉભો રખાવી આ ટેમ્પામાં જોતા પીકપ ટેમ્પામાં કાંદાની ગુણો ભરેલ હોય જે કાંદાની ગુણો ખસેડી જોતા તેના નીચેના ભાગે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂ વ્હિસ્કી, બીયરના પુઠાના બોક્ષ ભરેલ હોય આરોપી- (૧) મોશીન યાસીન શેખ, ઉ.વ.૨૮, રહે.બીલ્ડીંગ નં.૧૨૯ ફ્લેટ નં.બી-૪ એચ-૨ વિભાગ એસ.એમ.સી.ક્વાટર્સ, કોસાડ અમરોલી સુરત શહેર (૨) ગોપાલ નંદલાલ રાઠોડ ઉ.વ.૨૪ રહે.નાલવે ખુર્દ સેવાલાલ મંદીર પાસે તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર એ પોતાના કબ્જાના પીકપ ટેમ્પો રજી. નં.- GJ-04-AW-2819 જેની આશરે કિં. રૂ.૩,૦૦,૦૦૦/-માં ૧૭ નંગ કાંદા ભરેલ ગુણોની આડમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂના કુલ બોક્ષ-૬૦ માં સીલબંધ નાની મોટી કુલ બોટલો/ટીન નંગ- ૧૮૬૦ જેની કુલ કિં. રૂ.૧,૫૪,૮૦૦/- પ્રોહી મુદ્દામાલ હેરાફેરી કરતા, કાંદાની ગુણો નંગ-૧૭, આશરે કિં.રૂ! ૩૪૦૦/-, મોબાઇલ નંગ- ૨ કિ.રૂ.૬૦૦૦/-, મળી કુલ્લે રૂ! ૪,૬૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આ આરોપીઓ વિરૂધ્ધમાં પ્રોહી એકટ મુજબ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી અર્થે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ.શ્રી જે.બી. આહિર, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ, પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, પો.કો.રોનક સ્ટીવન્સન તથા પો.કો.વિનોદભાઈ ગોકળભાઈએ કામગીરી કરેલ છે.