વ્યારાની જનરલ હોસ્પિટલને સંપૂર્ણપણે Covid 19 માં રૂપાંતરિત કરાતા અન્ય સુવિધાઓને તબદીલ કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૫: સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઇ વ્યારાની જનરલ હોસ્પિટલને સંપુર્ણપણે Covid 19 હોસ્પિટલ તરીકે ઉભી કરવાની હોય, આ હોસ્પિટલની અન્ય સુવિધાઓ વ્યારાની જનક સ્મારક હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવી છે.

તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન અનુસાર જનક સ્મારક હોસ્પિટલ ખાતે તબદીલ કરાયેલી સેવાઓ (૧) ઈમરજન્સી વિભાગ, (૨) ગાયનેક વિભાગ, (૩) પીડિયાટ્રિક વિભાગ, (૪) સર્જરી વિભાગ, (૫) ઓર્થોપેડિક વિભાગ, (૬) ડેન્ટલ વિભાગ, (૭) મનોચિકિત્સક વિભાગ, (૮) આંખ વિભાગ, અને (૯) મેડીસીન વિભાગ તબદીલ કરાયા છે. જેની જિલ્લાની જનતાને નોંધ લેવા તાપીના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડો. નૈતિક ચૌધરી દ્વારા જણાવાયું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other