૨૫મી જાન્યુઆરી ‘રાષ્ટ્રિય મતદાતા દિવસ’ નિમિત્તે તાપી જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા મતદાર જાગૃતી રેલી યોજાઇ
જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫: આજે ૨૫મી જાન્યુઆરી ‘રાષ્ટ્રિય મતદાતા દિવસ’ તાપી જિલ્લાના તમામ નગરજનોને મતદાન વિશે જાગૃત કરવાના આશય થી “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ”ની થીમ સાથે મતદાર જાગૃતી રેલી યોજાઇ હતી. આ રેલીને જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ સહિત નાયબ ચુંટણી અધિકારી બી.એચ.ઝાલા, અધિક નિવાસી કલેકટરશ્રીએ કે.કે.
કદમ કન્યા વિદ્યાલય ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં વ્યારા નગરની કે.કે.કદમ કન્યા વિદ્યાલય,જે.બી.&એસ.એ તથા કે.બી પટેલ હાઇસ્કુલના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મતદાર જાગૃતિના નારા અને બેનરો સાથે વ્યારા નગરમાં ફરી નગરજનોને જાગૃત કર્યા હતા.
આ પ્રસંગે ડીવાયએસપી સી.એમ જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલ,કે.કે.કન્યા વિદ્યાલય ના આચાર્યશ્રી સંગીતાબેન ચૌધરી સહિત અન્ય અધિકારીઓ,વિવિધ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
0000