વ્યારા નગરપાલિકાનું પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી રિતેશભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને તા. ૨૪/૦૧/૨૦૨૪ ના રોજ નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી. જેમાં મુખ્યત્વે સને -૨૦૨૩-૨૪ ના વર્ષનું સુધારેલુ બજેટ અને સને-૨૦૨૪-૨૫ના વર્ષનું પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું. હોકર્સ ઝોન માટે જગા નક્કી કરવામાં આવી, નગરમાં શહીદ સ્મારક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું, તળાવ રોડ પર વિશ્વા હોસ્પીટલથી પોલીસ ચોકી થઈ હનુમાનજી મંદિર સુધીના રોડને બ્યુટિફિકેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. નગરપાલિકાના તમામ વ્યવહારોને ડિજીટલ પેમેન્ટ મોડ પર મુકવાનું નક્કી કરવામાં આવ્યું, મેઈન રોડનાં વૃક્ષોને પેન્ટીંગ કામ, વોર્ડ નં. -૪ અને ૬ ની આંગણવાડીને રીનોવેશનનું કામ. વોર્ડ નં.૧ માં વરસાદી પાણીની પાઈપલાઈન તથા ગટરલાઈનનું કામ, નગરના તમામ ઈલેક્ટ્રીક પોલને કલર કામ તથા શ્રધ્ધા રેસીડન્સીનાં ગંદા પાણીનાં નિકાલનું કામ, નગરપાલિકાના તમામ કર્મચારીઓના જુથ વિમો લેવાનુ તથા નગરપાલિકાને ISO સ્ટાર્ડન્ડ લેવલ બનાવવાના કામ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યુ. આ સામાન્ય સભામાં તમામ સભ્યશ્રીઓ સાથે કારોબારી અધ્યક્ષશ્રી દિલીપભાઈ જાદવ, ચીફ ઓફિસરશ્રી વંદનાબેન ડોબરીયા તથા પ્રમુખશ્રી રિતેશભાઈ ઉપાધ્યાય અને દરેક શાખાના એચ.ઓ.ડી. ઉપસ્થિત રહ્યા
હતાં.