કલાનિકેતન જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા તાપી જીલ્લામાં ૧૪મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ અને મુખ્ય મહેમાન તરીકે સેન્ટ્રલ બેન્કના મેનેજર મુકેશભાઈ કોકણીના અધ્યક્ષ સ્થાને ઉજવાયો. જેમાં નવા મતદારો, વિધાકુંજ વિદ્યાલય શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.
૨૫ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારતીય ચુંટણીપંચની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં લોકશાહીને મજબુત કરવા માટે અલગ સ્વાયતતા આપવામાં આવી, જે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ ના પ્રજાસત્તાક પર્વની બંધારણની સ્થાપના દિવસના એક દિવસ પૂર્વ કરવામાં આવી. જેથી ભારતીય ચુટણીપંચનું મહત્વ વિશેષ છે અને ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને વર્ષ ૨૦૧૧ માં મુખ્ય ચુંટણી કમિશ્નર (CEC) એમ. વાય કુરેશીના નેતૃત્વ હેઠળ પ્રથમવાર ઉજવવા આવ્યો હતો ત્યારથી આજદિન સુધી તે દિવસ ઉજવાય રહ્યો છે. જેથી આજે ૧૪ મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય રહ્યો છે.
આજે ભારતીય ચુંટણીપંચ દ્રારા દેશભરમાં ૧૪ મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય રહ્યો છે. જેમાં મતદારોને પ્રોત્સાહન કરી જાગૃત કરવાનું, નવા મતદારોનું સમ્માન, સૌથી વયોવૃદ્ધ મતદારનું સમ્માન, લોક્સાહીના મહાપર્વને શ્રેષ્ઠ બનાવવા માટે ૧૦૦% મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવા અને તમામ લોકો મતદાન અવશ્ય કરે તે આપ સૌની ફરજ છે. મતદાન અતિ જરૂરી છે. અનીવાર્ય છે. અવશ્ય છે. એમ કહીએ તો પણ ખોટું નથી.
દર પાંચ વર્ષ ભારતદેશની ચુંટણી આવે જેમાં ભારત સરકારના વહીવટી પ્રક્રિયા આં ચુટાયેલ સભ્યો નક્કી કરે જેથી આપણે કેવા વ્યક્તિને આપણે પ્રતિનિધિત્વ આપવું છે તે આપણા હાથમાં છે. લોકો દ્રારા, લોકો વડે અને લોકોની મદદથી મતદાન કરીને લોકશાહીને મજબુત કરવાની આશા અપેક્ષા ભારતીય ચુંટણીપંચ નાગરિકો પાસે રાખે છે.
આં દિવસની ઉજવણી થકી ભારતદેશના ૧૮ વર્ષથી ઉપરના તમામને મતદાનનો અધિકાર મળ્યો છે. તેથી મતદારમાં જાગૃતતા લાવવાનું કાર્ય કરવામાં આવે છે. મતદાન એક ઉત્સવ અને ચુંટણી પ્રક્રિયાની સર્વ સમાવેશકર્તા દર્શાવે છે. પુષ્ઠ ભૂમિમાં અશોક ચક્ર વિશ્વની સૌથી મોટી લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે. ચાલુ વર્ષ ભારતીય ચુંટણીપંચ દ્રારા એક થીમ આપવામાં આવી છે. “ વોટીંગ જેવું કંઈ નથી હું નિશ્ચિતરૂપે મત આપું છુ” લોકોના મતની શક્તિ દ્રારા ચુંટણી પ્રક્રિયામાં ભાગ લેવાની વ્યક્તિની લાગણી અને આકાંક્ષાને વ્યક્ત કરે છે.
આજે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ અને મુખ્ય મહેમાન સેન્ટ્રલ બેન્કના મેનેજર મુકેશભાઈ કોકણીના અધ્યક્ષ સ્થાને ઉજવાયો. જેમાં નવા મતદારો, વિધાકુંજ વિદ્યાલય શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other