જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી ખાતે દક્ષિણ ગુજરાત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન કેન્દ્ર. સુરત દ્વારા તાપી જિલ્લમાં ૨૫ શાળાઓમાં ૨૫ ગ્રાહક ક્લબો સ્થાપી ને ચેક વિતરણ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ગ્રાહક સુરક્ષા કલબના સંકલન અઘ્યક્ષ સુરતના પ્રતાપ છાપિયા દ્વારા કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી સહયોગ સહકાર થી તાપી જીલ્લાની ૨૫ માધ્યમીક શાળા ની પસંદગી કરવામાં આવી. જેમાં શાળામાં ગ્રાહક ક્લબો સ્થાપી તેના થકી શાળાના બાળકોમાં ગ્રાહક જાગૃતિની જાણકારી આપવામાં આવે. બાળકોમાં ગ્રાહકોને લગતા નીતિ નિયમો કાયદા થી વાકેફ કરવા શાળાઓમાં સેમિનાર, પ્રદર્શન, સ્પર્ધા જેવા કાર્યક્રમ કરી જાગૃતિ લાવવા, જાગો ગ્રાહક જાગો જેવા અભીયાન કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ થાય છે અને શાળાઓમાં વિશિષ્ટ માગૅદશૅન અને કાર્યક્ર્મ કરવા વાર્ષિક ૪૦૦૦/- નું અનુદાન આપે છે. આવી તાપી જીલ્લાની ૨૫ શાળાઓમાં આજરોજ લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતન શાહની વિષેશ ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષાના સંયોજક પ્રતાપભાઈ છાપિયા દ્વારા ૪૦૦૦/- ના ચેક જુદી જુદી ૨૫ શાળાના આચાર્યો ને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ ને અલ્પાહાર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરાવી માગૅદશૅન પૂરું પાડયું હતું.