તાપી જિલ્લા ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોનગઢ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે થશે
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા-તાપી) તા.20 – આગામી રાષ્ટ્રીય તહેવાર ૭૫માં પ્રજાસત્તાક દિન-૨૬મી જાન્યુઆરીની ઉજવણી સમગ્ર દેશમાં થનાર છે. જે અન્વયે આજરોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમા આ પ્રસંગના સુઆયોજન અંગે બેઠક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જે અનુસાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમ તા.૨૬મી જાન્યુઆરી,૨૦૨૪ શુક્રવારના રોજ સોનગઢ તાલુકાના સાર્વજનિક હાઇસ્કુલના મેદાન ખાતે યોજાશે. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે ખાતમુહુર્ત/લોકાર્પણ, કર્મયોગીઓનું સન્માન, સાંસ્કૂતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, ટેબ્લો પરેડ પણ કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ વિભાગોને કાર્યક્રમને સુપેરે પાર પાડવા જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા. ઉપરાંત તાલુકા કક્ષાના કાર્યક્ર્મ જે-તે તાલુકા મથકે મહાનુભાવોના અધ્યક્ષસ્થાને યોજાશે એમ જણાવી તમામ સરકારી કચરીઓને લાઇટીંગથી સજાવવા, તથા વિવિધ વિભાગોને ટેબ્લો દ્વારા યોજનાકિય માહિતી આપવા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચન કર્યા હતા.
૦૦૦૦