લોકડાઉનની અસરકારક અમલવારી અન્વયે સી.સી.ટી.વી. કેમેરાના આધારે જાહેરનામાં ભંગ બદલના નવ કેસો કરતી વ્યારા પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નોવેલ કોરોના વાયરસ CCVID 19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારે લોકડાઉન જાહેર કરેલ છે . જેની અમલવારી માટે જીલ્લા મેજી . સાહેબ તાપી – વ્યારાનાઓએ તથા ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયાએ જાહેરનામાં બહાર પાડેલ છે . જે જાહેરનામાની કડક અમલવારી કરવા તાપી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી એન . એન . ચૌધરીનાઓએ આપેલ સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર . એલ . માવાણી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ તા . ૦૫ / ૦૪ / ૨૦૨૦ ના રોજ વ્યારા ટાઉનમાં અલગ અલગ જગ્યાએ મુકવામાં આવેલ સી . સી . ટી . વી . કેમેરાના આધારે વ્યારા ટાઉનમાં અલગ અલગ વિસ્તારમાં બિન જરૂરી ઘરની બહાર નિકળી , જરૂરી ડિસ્ટન્સ નહી રાખી સાથે બેસી જીંદગીને જોખમ કારક કોરોના વાયરસનો ચેપ ફેલાવા સંભવ હોય એવુ બેદરકારી ભર્યું અને દ્વેષપૂર્ણ કૃત્ય કરી તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટ તાપીના જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા કુલ – ૯ આરોપીઓ વિરૂધ્ધમાં ઇ . પી . કો . કલમ – ૨૬૯ , ૨૭૦ , ૧૧૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૧ , ૧૩૫ તથા ધી એપિડેમિક ડીસીઝીજ એક્ટ ૧૮૯૭ ની કલમ – ૩ મુજબના કુલ – ૩ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *