તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા-તાપી) : તા.૨૦: તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત પ્રયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલીયાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
આ બેઠકમાં ગ્રામ્ય તથા તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ બેઠક મળવા બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. વ્યાજબી ભાવોની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગેની સમીક્ષા,જરૂરી જગ્યાએ રેશનિંગ દુકાનોના સ્થળમાં ફેરફાર કરવા અંગે, FPS દ્વારા ૧૦૦% આધાર વેરિફાઇડ અનાજનું વિતરણ કરવા અંગે, તેમજ આધાર ડિસેબલ કાર્ડધારકોના eKYC, સાયલંટ રેશનકાર્ડ અને વન નેશન વન કાર્ડના લાભાર્થીઓમાં થતા વધારા અંગે વિગતવાર ચર્ચાઓ કરી જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં, પુરવઠા અધિકારીશ્રી નેહા સવાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પાઉલ વસાવા તથા જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
00000000000