અલગ-અલગ બેંકોમાં ફરી, લોકોને વિશ્વાસમાં લઈ, નજર ચુકવી, ચોરી કરતી ઇરાની ગેંગના એકને ઝડપી પાડતી સોનગઢ પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ગુનાની વિગતો જોઈએ તો ગત તા.૦૫/૦૧/૨૪ના રોજ કલાક 2 થી 2:30 વાગ્યા દરમ્યાન સોનગઢના જુનાગામ એસ.બી.આઈ. બેન્ક.માં ફરીયાદી કંચનબેન સોનારને રોકડ રૂપિયા નોટો વાઈઝ ગણી બેન્કમાં ભરવા પડશે તેમ વિશ્વાસમાં લઈને તેના રોકડ રૂપિયા ગણવા માટે પોતાના પાસે લઈ, હાથ ચાલાકી કરી, કંચનબેન સોનારના રોકડ રૂપિયામાંથી કુલ્લે ૪૬,૦૦૦/- કાઢી લઈ તેમને લાઈનમાં ઊભી રાખી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય. આ ગુનાની તપાસ દરમ્યાન SBI બેંકના સી.સી.ટી.વી ફુટેજ, તથા ટેકનીકલ એનાલીસ તથા હ્યુમન સોર્સીસના ઉપયોગ થી આ ગુનામાં સંડોવાયેલ આરોપી સરૂઅલી નૌશાદઅલી ઇરાણી, ઉ.વ.૫૮, ધંધો-વેપાર, રહે,ઇન્દીરા નગર, હિંગણેમળા, નર્મદા કિશન કાંબળે શાળાની પાસે. હડપસર પુણે (મહારાષ્ટ્ર) ને મહારાષ્ટ્ર રાજ્યના પુણે ખાતેથી પકડી પાડેલ હતો. તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ માંથી ₹ ૧૦,૦૦૦/- ની રીકવરી કરી છે. તથા તેના સહ આરોપી બિલાલ બૈરોશ ઇરાણી, રહે-આંબાવલી, પટેલ નગર, કલ્યાણ (મહારાષ્ટ્ર) નું નામ ખુલવા પામ્યુ છે.
આમ, બેંકોમાં ફરી, લોકોને વિશ્વાસમાં લઈ, નજર ચુકવી, ચોરી કરતી ઇરાની ગેંગના ઇસમને પકડી પાડી સોનગઢ SBI બેંકમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. તથા ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ આંશીક રીકવર કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ અને ડિટેક્ટ થયેલ ગુનાઓ:-
આ ગુનામા સંડોવાયેલ સરૂઅલી નૌશાદઅલી ઇરાણી, ઉ.વ.૫૮, ધંધો-વેપાર. રહે.ઇન્દીરા નગર. હિંગણેમળા. નર્મદા કિશન કાંબળે શાળાની પાસે, હડપસર પુણે (મહારાષ્ટ્ર) નાઓને પકડી પાડવામાં આવેલ છે.
– આ આરોપી વિરૂધ્ધ સોનગઢ પો.સ્ટે. પાર્ટ “A” ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૩૦૦૨૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ તથા વાલોડ પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં-૧૧૮૨૪૦૦૨૨૨૦૨૮૫/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૨૦, ૪૦૬, ૧૧૪ મુજબના અનડિટેક્ટ ગુનાની કબુલાત કરેલ, જે ગુના ડિટેક્ટ કરેલ છે.
ગુનાહિત પુર્વ ઇતિહાસ:-
> આ આરોપી વિરૂધ્ધ અગાઉ મહારાષ્ટ્ર રાજ્યમાં (૧) વિશ્રામબાગ પોલીસ સ્ટેશન પુણા । પાર્ટ ગુ.ર.નં.૯૫/૨૦૧૪ IPC કલમ ૪૨૦,૩૪ (૨) સદર બજાર સોલાપુરા પોલીસ સ્ટેશન 1 પાર્ટ ગુ.ર.નં. ૨૧૮/૨૦૧૪ IPC કલમ ૪૨૦.૩૪ (૩) ચંદનનગર પોલીસ સ્ટેશન 1 પાર્ટ ગુ.ર.નં.૦૬/૨૦૧૬ IPC કલમ ૩૯૨, ૩૪ મુજબના ગુના દાખલ થયેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી ટીમ:-
1. PI વાય.એસ. શિરસાઠ, સોનગઢ પો.સ્ટે.
2. UHC સંદિપભાઇ હિરાલાલભાઈ.
3. UHC અનિલકુમાર રામચંદ્રભાઈ.
4. UHC દશરથભાઇ ભુપતભાઈ.
5. UPC રાજીશભાઇ ગોપાળભાઈ.
6. UPC ગોપાલકુમાર કાળુભાઇ.
7. APC પ્રશાંતભાઇ કિશોરભાઈ.