ઉચ્છલ તાલુકાના એક ગામમાં પાડોશી દ્વારા ડાકણ કહી હેરાન કરતા તેમને સમજાવવા ૧૮૧ તાપી અભયમની મદદ માંગી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી ૧૮૧ મહિલા હેલ્પલાઇન માં ફોન કરી મદદ માટે મહિલાએ જણાવ્યુ કે તેમના પડોશમાં રહેતા પાડોશી પરિવાર પીડિતા મહિલાને ડાકણ કહી છેલ્લા ઘણા સમયથી હેરાન ગતિ કરે છે, રોજ બોલબોલ કરે છે અને ગાળા ગાળી કરે છે તેમજ તેમના પત્નીને ગાંડી કરી નાખી છે, બધાને ખાય ગયા, મારી ગાયને ખાય ગયા એમ કહી ઝગડા કરે છે. પીડિતા તેમની સાથે કોઈ ઝગડો નથી કરતા પરંતુ આજ રોજ તેમના પાડોશી તેમના ઘરે તેમના મમ્મીને મારવા માટે આવ્યા અને અપશબ્દો બોલતા હતા. પીડિત બહેનને તું ડાકણ છે તેમ કહી ઝગડો કરવા આવતા તેમને સમજાવવા ૧૮૧ ની મદદ લીધી હતી.
૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કર્યુ અને બંને ને સમજાવતા પડોશી બહેનને સમજાવેલ કે કોઈ કોઈને ખાતું નથી અને મનુષ્યનું મૃત્યુ કોઈ વ્યક્તિ ના હાથમા નથી જેથી આવી રીતે અંધશ્રદ્ધાથી કોઈની સાથે ઝગડા નહિ કરવા અને આજુબાજુ પાડોશી તેમજ ફળીયાવાળા સાથે હળીમળીને રહેવું અને ઝગડો ના કરે. તેમજ કાયદાકીય સમજણ આપી હતી. સામો પક્ષ નશાની હાલતમાં હોવાથી સમજી શકે તેમ ના હોવાથી અને પીડિતા પોલીસ ફરિયાદ કરવા માંગતા હોવાથી ઉચ્છલ પોસ્ટેમા ફરિયાદ અપાવેલ છે, આગળની કાર્યવાહી ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાઈ છે.