પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ તાપી જિલ્લામાં પણ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
તાપી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : . તા.૧૭: અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે તા.૧૪થી ૨૨ જાન્યુઆરી સુધી સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે.
તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના માર્ગદર્શન તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.સી.પટેલના નેજા હેઠળ ડીઆરડીએના કર્મચારીઓ દ્વારા વિવિધ ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામુહિક સાફ સફાઇ યોજાઇ રહી છે. આ અભિયાના હેઠળ આજ રોજ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે હનુમાન મંદિર પાસે, કુકરમુંડા તાલુકાના મટાવલ ગામે ભાતીજી મહારાજના મંદિરની આસ પાસ, વાલોડ તાલુકાના ઈનમાં ગામે હનુમાન દાદાના મંદિરે, નિઝર તાલુકાના બોરદા ગામે ભાથીજી દાદાના મંદિરે, વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામ સહિત જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી.
000000