કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ૨૦૨૪ની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ૨૦૨૪ અંતર્ગત સરકારી ઓધ્યોગિક તાલીમ કેન્દ્ર ઉકાઈ ખાતે “ફિશરીઝ ક્ષેત્રે સ્ટાર્ટઅપની અગત્યતાની જરૂરિયાત” વિષય ઉપર એક દિવસીય પરિસંવાદનુ આજ રોજ આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સરકારી ઓધ્યોગિક તાલીમ કેન્દ્ર ઉકાઈના પ્રિન્સિપલ શ્રીમતિ નીતાબેન ગામિત, સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે અને ૭૫ વિધ્યાર્થીઓ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમ દરમિયાન ડો. સ્મિત લેન્ડે દ્વારા ફિશરીઝ ક્ષેત્રે સ્ટાર્ટઅપની અગત્યતાની જરૂરિયાત બાબતે નવા સ્ટાર્ટઅપ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.