ડાંગ જિલ્લામાં મહાલ ઈકો કેમ્પ સાઈટના રસ્તા પર રાત્રીના સમયે દીપડો આંટા ફેરા મારતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં ખુખાર દીપડાઓની ચહલ પહલ વધી જવા પામી છે. સાથે માનવીઓ પર હુમલાનાં બનાવો વધી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં અલગ અલગ જગ્યા દિપડાનો હુમલાઓ સર્જાયા હતાં.લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો.આજ રોજ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના સાવરદાકસાડ ગામ નજીક શિકારીની શોધમાં ભટકતો એક ખુંખાર દિપડા રાત્રી નાં સમાયે માર્ગ પર આવી લટાર મારતાં અહીં થી માર્ગ માંથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે.
અહીં દિપડો રાત્રીનાં સમયે શિકાર ની શોધમાં ગામમાં આવે છે.લોકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો.દિપડો રસ્તા પરથી માર્ગ પરથી ખસવાનુ નામ ન લેતા વાહન ચાલકો એ હાલત કફોડી બની હતી. બાદમાં પસાર થતા વાહન ચાલકોએ આ દિપડો દેખાયો તેને વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી છે.