જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન પ્રદર્શન શરૂ કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર. વ્યારા દ્વારા તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે નુ અભીયાન “મતદાન અવશ્ય કરો” ના સૂત્રને સાર્થક કરવા લોકોમા વિશાળ લોકશાહીના જતન માટે મતદાનના અધિકારને ફરજ સમજીને મતદાન અવશ્ય કરવા ભારતીય ચુંટણીપંચ અને જિલ્લા વહીવટી તંત્રના માગૅદશૅન અને સાથ સહકારથી EVM મશીન, વિવિપેટ સાધનો દ્વારા મતદાનની જાણકારી અને મશીનની પારદર્શિતાનું નકલી અને અખતરા રૂપ મતદાન કરાવી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શાળાઓમા, ગ્રામપંચાયતોમાં, ડેરીઓમાં અને જાહેર સ્થળો પર પ્રદર્શન અને પોસ્ટરના માધ્યમથી મતદાન અવશ્ય કરો ના નારા સાથેનું અભિયાન શરૂ કર્યું જેમાં લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેકટર કેતનભાઇ શાહ દ્વારા કલેક્ટર કચેરી તાપી એ ઉપસ્થિત રહી જિલ્લામાં મતદાન માટે લોક જાગૃતી અભીયાનની શરૂઆત કરવામા આવી.