કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ૨૦૨૪ અંતર્ગત સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢ ખાતે “મત્સ્યપાલન ક્ષેત્રે ઉધ્યોગ સાહસિક્તાનો વિકાસ” વિષય ઉપર એક દિવસીય પરિસંવાદનુ આજ રોજ આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢના સિનિયર ફેકલ્ટી ડો. કે. એસ. પીઠાવાલા, સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે, નવસારી વિભાગના મુખ્ય કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના શ્રી. રાહુલભાઈ શિમ્પી અને સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સંયોજકશ્રી મીનેશભાઈ અગ્રવાલ અને તમામ પ્રાધ્યાપકો સાથે ૧૧૦ વિધ્યાર્થીઓ હાજર રહેલ હતા. સદર કાર્યક્રમ દરમિયાન ડો. સ્મિત લેન્ડે દ્વારા મત્સ્યપાલન ક્ષેત્રે ઉધ્યોગ સાહસિક્તાનો વિકાસ બાબતે નવા સ્ટાર્ટઅપ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ રાહુલભાઈ શિમ્પી દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસના બાબતે સ્વામી વિવેકાનંદજીની જીવનશૈલી અને એમના દ્વારા આપેલા વિચારો વિધ્યાર્થીઓ સામે રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં આભારવિધિ પ્રાધ્યાપક યગ્નેશભાઈ પદવી દ્વારા પૂરી પાઠવવામાં આવી હતી.