માંગરોળના પીપોદરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવીઓને છેલ્લા ઘણા દિવસથી વિનામૂલ્યે અપાય છે ભોજન
ભોજન તેમજ જરૂરિયાત મંદોને વિનામુલ્યે ફૂડ પેકેઝનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : કોરોના વાયરસ અને દેશ માં આપેલ ૨૧ દિવસ લોકડાઉન ને પગલે સોંથી વધુ મુશ્કેલીમાં મુક્યો હોય તો શ્રમજીવી અને પરપ્રાંતીય કામદાર વર્ગ લોકડાઉન ને પગલે ધંધા રોજગાર ઠપ થઇ જવા પામ્યા છે જેને લઈ શ્રમજીવી કામદાર વર્ગ હાલાકી ભોગવી રહ્યો છે જોકે આવા જરૂરિયાત મંદો ની વ્હારે સામાજિક સંસ્થાઓ સામાજિક આગેવાનો આવ્યા છે. માંગરોળ ના પીપોદરા વિસ્તારમાં ફેક્ટરી બંધ થવા ના કારણે પરપ્રાંતીય લોકો ની સહાય બન્યા છે ઘણા ફેક્ટરી માલિકો બહારગામ ચાલ્યા ગયા છે પોતા ની જવાબદારી માંથી હાથ ખંખેરી રહ્યા છે ત્યારે પીપોદરા ગામ ના ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ ધ્વરા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં 500 થી વધુ કામદારો ને વિના મુલ્યે ભોજન પૂરું પડવા માં આવી રહ્યું છે ખાસ વ્યવસ્થામાં લોકો વચ્ચે સોસીયલ ડિસ્ટન્સ જણવાઇ રહે તે માટે લોકો ને જાગૃત પણ કરવા માં આવી રહ્યા છે.