ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો
બેડકુવા નજીક ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ કુમકુંમ તિલક કરી રથને આવકારી લીધો
–
ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરાયા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા ૦૫: સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી સરકારશ્રીના તમામ લાભો પહોંચાડી શકાય તેવા પ્રસંશનિય હેતુથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામે ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે,સમગ્ર ભારતમાં આ યાત્રા ચાલી રહી છે.આ યાત્રા દરમિયાન દરેક વ્યક્તિને કોઇને કોઇ લાભ મળ્યા છે. આજે તાપી જિલ્લાની વિકસિત ભારત યાત્રા આખરી પડાવમાં પહોંચી ગઈ છે ત્યારે તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ કોઇ સરકારી યોજનાથી બાકાત ન રહે તેની તકેદારી રાખવા સ્થાનિક આગેવાનોને અનુરોધ કર્યો હતો
વધુમાં તેમણે આયુષ્માન ભારત,ઉજ્જ્વલા,પીએમ કિશાન સન્માન નિધી, અવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વિવિધ યોજનાઓ અંગે સૌને અવગત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન, ઉજ્જ્વલા યોજના, પોષણ અભિયાન, આયુષ્માન ભારત કાર્ડ, ટીબી ચેમ્પીયનના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા સૌની સમક્ષ વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરાયા હતા.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેડકુવા નજીક પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ અધિકારી-પદાધિકારીઓ,વ્યારા ટીડીઓ,સરપંચશ્રીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦