વિકસિત ભારત સંકલ્પ યાત્રા વ્યારાના સરકુવા ગામે પહોંચી
સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાની ગેરેન્ટી સાથે પહોંચેલા રથનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત
–
યોજનાકિય લાભ લઈને ભારતને વિકસિત બનાવવા ગ્રામજનો સામૂહિક શપથ લીધી
–
ખેડૂતોએ ડ્રોન ટેક્નોલોજીની મદદથી નેનો યુરિયા-દવાના છંટકાવ અંગેનું ડેમોસ્ટ્રેશન નિહાળ્યું
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૪ વ્યારા તાલુકાના સરકુવા ગામે સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાની ગેરેન્ટી સાથે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગ્રામજનોને પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમજ ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓ વિશે માહિતગાર કરીને વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો વિતરણ કર્યા હતા.
આ પ્રસંગે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી લોક કલ્યાણકારી યોજનાઓની માહિતીસભર શોર્ટ ફિલ્મ નિહાળીને વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
‘મેરી કહાની, મેરી ઝુબાની’ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓએ યોજનાના લાભ થકી જીવનમાં આવેલ બદલાવો અંગે પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કર્યા હતા.શાળાની બાળાઓએ પ્રાથનાગીત, સ્વાગત ગીત રજુ કર્યું હતું.
કાર્યક્રમના અંતે મહાનુભાવોએ આરોગ્ય, આઇસીડીએસ સહિત સંબંધિત વિભાગના ઉભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ખેડૂતોએ ડ્રોન ટેક્નોલોજીની મદદથી નેનો યુરિયા-દવાના છંટકાવ અંગેનું ડેમોસ્ટ્રેશન નિહાળીને સંબંધિત વિભાગના પ્રતિનિધિ પાસેથી ઝિણવટ ભરી માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ,ગામના સંરપંચશ્રી,સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦