સોનગઢ નગરપાલિકાના કર્મયોગીઓની કરાઈ આરોગ્ય તપાસ

Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૪: “કોરોના” ના સંક્રમણને અટકાવવા માટે રાતદિવસ ખડેપગે સેવા કરતા સરકારી કર્મચારી, અધિકારીઓના સ્વાસ્થ્યની પણ સમયાંતરે તપાસ કરીને, તેમની કાળજી લેવામાં આવી રહી છે.
સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર પૂર્વી પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર “કોરોના” ના કહેર વચ્ચે નગરના પ્રજાજનોના સ્વાસ્થ્ય અને સલામતી માટે ફરજ બજાવી રહેલા સોનગઢ નગરપાલિકાના ૬૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ સહિત, પાણી પુરવઠાના ૨૦ કર્મચારીઓ, કચેરીના ૨૦ કર્મયોગીઓ, અને ૧૦ સભ્યોના આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
નગરજનોના સ્વાસ્થ્યની સલામતી સાથે સંકળાયેલા આ તમામ કર્મયોગીઓનું થર્મલ ગન દ્વારા સ્ક્રીનીગ કરીને તેમનું સ્વસ્થ ચકાસવામાં આવ્યું હતું.
–0—