આગામી ૭મી જાન્યુઆરીએ યોજાનાર ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧/૨ની પરીક્ષા સંદર્ભે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક મળી

Contact News Publisher

તાપી જિલ્લામાં ૧૯ કેન્દ્રો ઉપર ૨૦૫ બ્લોક્ની વ્યવસ્થા કરાઈ: ૪૯૦૮ ઉમેદવારો પરીક્ષા આપશે: પરીક્ષા ખંડમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ:

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૪- તાપી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.૭મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ગુજરાત વહિવટી સેવા-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ- ૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા-૨ની પ્રિલિમનરી પરીક્ષા યોજાનારી છે.

આ પરીક્ષાના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોગના પ્રતિનીધીઓ, ઝોનલ અધિકારી, તકેદારી સુપરવાઈઝરો સહિત સંલગ્ન અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.

તદઉપરાંત પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, કાયદો વ્યવસ્થા સહિત પરીક્ષાર્થીઓને આવવા-જવામાં મુશ્કેલી ના પડે તે માટે એસ.ટી.સુવિધા સહિતની આનુસંગિક બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આગામી તા.૭મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા-૧, ગુજરાત મુલ્કી સેવા ૧/૨ અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા-૨ની પ્રિલિમનરી પરીક્ષા યોજાનારી છે. જેમાં તાપી જિલ્લામાં આ માટે કુલ ૧૯ કેન્દ્રો ખાતે પરીક્ષાઓ યોજાનાર છે. જેમાં ૨૦૫ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કુલ-૪૯૦૮ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાખંડમાં મોબાઈલ રાખી શકાશે નહી. કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની સો મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવામાં આવશે.

બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ધારા પટેલ દ્વારા પરિક્ષા સંદર્ભે પ્રેઝનટેશન મારફત જરૂરી માર્ગદર્શન આપતા પરીક્ષાખંડમાં મોબાઈલ,કેલ્ક્યુલેટર, સ્માર્ટ વોચ કે અન્ય કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખી શકાશે નહી એમ તમામને જાણકારી આપી હતી. કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ હોય તેની ચકાસણી કરવા ખાસ સુચના આપી હતી.

ઉપરાંત આયોગના પ્રતિનિધિ, તકેદારી અધિકારી અને ઝોનલ અધિકારીઓ, સ્ટ્રોંગ રૂમ ઇન્ચાર્જ, કંટ્રોલર ઓફ સ્ટ્રોંગ રૂમ, મુખ્ય આરોગ્ય અધિકારી, એસટી ટ્રાન્સપોર્ટેશન, માહિતી ખાતું, પોલીસ અધિક્ષકશ્રી, સહિત વિવિધ વિભાગોને તેઓની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જરૂરી સુચનાઓ અને માર્ગદર્શિકા અંગે અવગત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી આર.આર.બોરડ, શિક્ષણ નિરિક્ષકશ્રી ગોવિંદભાઇ ગાંગોળા સહિત સબંધિત ઉચ્ચ અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other