કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને ડાંગ જિલ્લાનું ગૌરવ
(પ્રતિનિધિ દ્વારા, વધઈ) : તારીખ ૦૩-૦૪-૨૦૨૪ ના રોજ નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે આયોજિત ૧૯ માં વાર્ષિક પદવીદાન સમારોહમાં આ વર્ષે પ્રથમવાર ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લામાથી શ્રેષ્ઠ (પુરૂષ) ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતના એવોર્ડ આપવા માટેનું આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લામાથી ખેડૂતોની અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ અરજીઓનું મૂલ્યાંકન યુનિવર્સિટી સ્તર પર કરી. એક શ્રેષ્ઠ (પુરૂષ) ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતને એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં આપણાં ડાંગ જિલ્લાના પ્રગતિશીલ અને મહેનતુ એંજિનિયર ખેડૂત એવા શ્રી કિશોરભાઈ રાહુભાઈ ગાંવિત મુ.પો. મોખામાળ, તા. સુબીર ને શ્રેષ્ઠ (પુરૂષ) ખેડૂત એવોર્ડ ગુજરાતનાં મહામહીમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત ના હસ્તે ૧૯ માં વાર્ષિક પદવીદાન સમારોહમાં મળવા પામ્યો હતો સાથે સાથે ૨૫૦૦૦ રૂ. ની માતબર રાશી પણ પુરસ્કાર સ્વરૂપે મળી હતી, જે ડાંગ જિલ્લા માટે ખૂબ ગૌરવ લેવા જેવી બબત છે. આ તબક્કે કિશોરભાઇએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, તેઓ ખૂબ ખુશ છે અને તેઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ અને નવસારી કૃષિ યુનિવર્સિટીનો ખૂબ ખુબ આભાર માન્યો હતો.